મોદીના સંસદીય કાર્યાલયને વેચવા OLX પર મૂકી દેવાયું
વારાણસી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીથી હેરાન કરનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાંક શરારતી તત્વોએ પીએમ મોદીના સંસદીય કાર્યાલયને વેચાણ માટે ઓએલએક્સ પર મૂકી દીધું.
પીએમ મોદીના સંસદીય ઓફિસની તસવીર ખેંચીને ઓએલએક્સ પર મૂકી દીધી અને તેની કિંમત ૭.૫ કરોડ રૂપિયા બતાવામાં આવી. ઓએલએક્સ પર જે જાહેરાત આપવામાં આવી તેમાં ઓફિસની અંદરની માહિતી. રૂમ, પાર્કિંગની સુવિધા અને અન્ય તમામ વાતો અહીં બતાવામાં આવી.
આ અંગે જાણ પોલીસને થઇ તો જાહેરાતને હટાવી. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે જે વ્યક્તિએ ફોટો ખેંચીને ઓએલએક્સ પર મૂકયો હતો તેની પણ ધરપકડ થઇ ચૂકી છે.
આ કેસમાં પોલીસની તરફથી નિવેદન પણ રજૂ કરાયુ. પોલીસનું કહેવું છે કે આ કેસમાં પગલાં ભરાયા છે અને ચાર લોકોને કસ્ટડીમાં લેવાયા છે, એકની ધરપકડ કરીને પૂછપરચ્છ ચાલુ છે.
આપને જણાવી દઇએ કે પીએમ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં કાર્યાલય બનાવ્યું છે. જ્યાં લોકો પોતાની મુશ્કેલીઓ બતાવા માટે આવે છે. પીએમ મોદીનું આ કાર્યાલય વારાણસીના ભેલૂપુર વિસ્તારના જવાહરનગર એક્સટેંશનમાં આવેલું છે.
પીએમ મોદી સતત વારાણસીના લોકો સાથે સંવાદ કરતા રહે છે. પાછલા દિવસોમાં પીએમ એ વારાણસીની મુલાકાત પણ લીધી હતી. આ સિવાય કેટલાંય કાર્યક્રમોમાં તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થયા છે.SSS