મોદીની એક ભારતીય બાળક સાથે મિલિયન ડોલર સેલ્ફી
હ્યુસ્ટન, #howdimodi’ કાર્યક્રમ દરમિયાન Prime Minister Narendra Modi અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્લેટફોર્મની બાજુમાં આવી ગયા હતા, ત્યારે તેઓ દરેકનું અભિવાદન ઝીલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં 60000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાંગડા, યોગા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમ પતી ગયા બાદ યોગા ગ્રુપની છોકરીઓ અને એક બાળક પાસેથી મોદી અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થાય છે. ત્યારે ટ્રમ્પ તે બાળકને સેલ્ફી લેવી છે તેવો પ્રશ્ન પૂછે છે. કે તરત જ તે બાળક તેના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢે છે અને મોદીને સેલ્ફી માટે બોલાવે છે. બાળકની મોદી અને ટ્રમ્પ સાથેની સેલ્ફી દુનિયાભરમાં સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થઈ છે.
13 વર્ષનો સાત્વિક મૂળ કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લાનો રહેવાસી છે. તેના પિતા પ્રભાકર હેગડે આઈટી કંપનીમાં નોકરી કરે છે, જયારે તેની માતા મેધા હેગડે ટીચર છે. હાલ સાત્વિક સાન ઓન્ટાનિયો શહેરની લુઈસ ડી બ્રાન્ડિસ હાઇ સ્કૂલમાં 9મા ધોરણમાં ભણે છે. સાત્વિકના માતા-પિતા 17 વર્ષથી અમેરિકા રહે છે. સાત્વિકનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે.