મોદીની ગુરૂવાયુર મંદિરમાં પુજા, કમળના ફુલથી તોલ્યા
થિરુવનંતપુરમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાના અતિ પ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તુલા ભરણ પુજન પરંપરા હેટળ તેમને કમળના ફુલોથી તોલવામા ંઆવ્યા હતા.
પાંચ હજાર વર્ષ જુના મંદિરમાં ખાસ પુજા કરી
પ્રાપ્ત અહેવાલ મુજબ પુજા અર્ચના કરવા માટે એક મુસ્લિમ કિસાન પરિવાર પાસેથી જ ૧૧૨ કિલો કમળના ફુલની ખરીદી કરવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે કમળના આ ફુલની ખરીદી તિરુનવાયાના એક મુસ્લિમ ખેડુત પાસેથી કરવામા આવી હતી. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર કેરળના અને દુનિયાના સૌથી પ્રાચીન મંદિર પૈકી એક મંદિર છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ મોદી આજે કેરળમાં છે. મોદી પરંપરાગત વેશભુષામાં મંદિરમાં પુજા કરવા માટે પહોચ્યા હતા. ત્રિશુરના ગુરૂવાયુર મંદિરમાં દર્શન અને પુજા ઉપરાંત મોદી એક જનસભા પણ કરનાર છે.
ગુરૂવાયુર દેવાસમ બોર્ડના ચેરમેન કેબી મોહનદાસે કહ્યુ હતુ કે મોદી માટે ૧૧૨ કિલોગ્રામ કમળની ખરીદી કરવામાં આવી હતી. મલ્લાપુરમાં પ્રી મોનસુનની સ્થિતીને ધ્યાનમાં લઇને કેટલાક ફુલ તમિળનાડુથી પણ મંગાવવામા આવ્યા હતા.
એવી માન્યતા છે કે ગુરૂવાયુર મંદિરમાં કૃષ્ણ મુર્તિ કળયુગની શરૂઆતમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્રિશુરને કેરળના દ્ધારકા તરીકે પણ ગણવામાં આવે છે. કેરળથી મોદી સીધી રીતે માલદીવ જશે.
તુલા ભરણ પુજન પરંપરા મુજબ તેમને કમળના ફુલોથી તોલવામાં આવ્યા – મુસ્લિમ પરિવાર પાસે ફુલોની ખરીદી