Western Times News

Gujarati News

મોદીની ભાવિ યોજના એક મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરવાની, તે પણ દક્ષિણના રાજ્યોમાંથી

ભાજપ અને સંઘ પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ ઓછા મજબુત વિકલ્પ છે

આગામી જુલાઈ માસમાં દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાનીવાળા એનડીએ તરફથી રજુ કરાયેલા ઉમેેદવાર રાષ્ટ્રપતિ બને એવી પ્રબળ સંભાવના છે. પહેલી વખત અટલબિહારી બાજપાઈના નેતૃત્વવાળી એનડીએ-૧ની સરકાર દરમ્યાન વર્ષ ર૦૦રમાં એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ તરીકેે ચૂંટાયા હતા.

તેમના પછી ર૦૧૭માં રામનાથ કોવિંદ ભાજપના ઉમેદવારના રૂપમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. જાે કે વાસ્તવિક્તા એ છે કે કોવિંદ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સીધા જાેડાયેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે.

હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય વ્યક્તિ પસંદ કરવાની આ બીજી તક છે. ભાજપ કોને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે એ સમગ્ર દેશ માટેગ ભારે ઉત્સુકતા અને આશ્ચર્યનો વિષય છે.શું આ વખતે દેશમાં કોઈ મહિલાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવશે?

એવી પણ શક્યતાઓ છે કે આ વખતે દક્ષિણ ભારતને પ્રતિનિધિત્વ સોંપવામં આવે. એક અન્ય અનુમાન અનુસાર પીએમ મોદી આ વખતે પૂર્વોત્તરમાંથી કોઈ નેતાને ઉમેદવાર બનાવે એવી પણ શક્યતાઓ છે.

આ સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ નિશ્ચિત રૂપે કોઈ ઉતર ભારતીય જ હશે. મોદી માટે પણ આ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર પસંદ કરવા એ આકરી કસોટી સમાન છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ર૪મી જુલાઈના રોજ સમાપત થઈ રહ્યો છે. ઉતરપ્રદેશમાં મળેલી ભવ્ય જીત બાદ પીએમ મોદી આરએસએસના એક પ્રશિક્ષિત કાર્યકર્તાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારના રૂપમાં રજુ કરવાનો મોકો નહીં છોડે.

મોદીનું આ પગલુ આરએસ એસ ચીફ મોહન ભાગવત પણ ઉત્સાહિત કરનારૂ રહેશે. ખાસ કરીને આરએસએસ જ્યારે ર૦રપમાં પોતાની ૧૦૦મી સ્થાપના દિન ઉજવવા જઈ રહ્યુ છે ત્યારે આ પસંદગી બહુ મહત્ત્વની બની રહેશે. વિપક્ષની અનશ્ચિતતા અને અવ્યવસ્થા મોદી માટેે આશિર્વાદ રૂપ સાબિત થશે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસમાં સામેલ થવાનો ઈન્કાર કરાયા બાદ વિપક્ષ જાણે સાવ વિખેરાઈ ગયો છે.

ચાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપની જીત અને કોંગ્રેસને કારમી હાર આપવાથી વર્ષ ર૦ર૪ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવવામાં ઘણી આસાની રહેશે. વર્ષ ર૦૧૭માં ભાજપ સાથે બહુમતિ હતી. તે વખતે શિવસેના અને અકાલીદળ એનડીએના સાથી પક્ષો હતા. હવે ઉધ્ધવ ઠાકરે અને પ્રકાશસિંહ બાદલ સાથે ભાજપના સંબંધો બગડ્યા છે. અન્નદ્રમુકના ઓ.પનીરસેલ્વમ અને પલાનીસ્વામી નબળી સ્થિતિમાં છે.

વર્ષ ર૦૧૭ માં તામિલનાડુુમાં અન્નાદ્રમુકની સરકાર હતી. જેણે રામનાથ કોવિંદ માટે મતદાન કર્યુ હતુ.પરંતુ અત્યારે તામિલનાડુમાં દ્રમુકની સરકાર છે જે ભાજપને સાથ નહીં જ આપે. એ નક્કી છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાન સભાની ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ યોજાય એવી સંભાવના છે. આ સ્થિતિમાં પીઅમ મોદીને કુલ મતોના પપ ટકા મત પ્રાપ્ત કરવામાં ભારે સંકટનો સામનો કરવો પડશે એવું અત્યારે લાગી રહ્યુ છે.

આંકડાઓ પર એક નજર કરીએ તો ભારતમાં લગભગ ૭૩પ સાંસદ અને ૪૧ર૮ ધારાસભ્ય છેે. જેમના મતની ગણતરી રાષ્ટ્રપતિની ચુંટણીમાં પ્રપોશ્નલ રિપ્રેઝેન્ટેશનના આધારે થાય છે. પીએમ મોદી આ હકીકતનો સામનો કઈ રણનીતિના આધારે કરે છે તે પણ જાેવાનું રહ્યુ.

એવી અટકળો છે કેે ભાજપ અને સંઘ પાસે ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટેે બહુ ઓછા મજબુત વિકલ્પો છે. એેવું પણ કહેવાય છે કે મોદીની ભાવિ યોજના એક મહિલા રાષ્ટ્રપતિને પસંદ કરવાની છ. અને તે પણ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી. ખાસ કરીને તેમની નજર હાલ તામિલનાડુ પર ટકેલી છે. તેમની સંભવિતોની યાદીમાં બે રાજ્યપાલ સામેલ છે. જેના પર સંઘે પણ સહમતિ દર્શાવેી છે. તે બંન્ને નરેન્દ્ર મોદીની ખુબ નજીકના ગણાય છે.

ભાજપ હાલ ઉચ્ચસ્ત્તરે ઉમેદવારોની એક યાદી બનાવી રહ્યા છે. જુલાઈ, ર૦રરના પ્રથમ સપ્તાહમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય એવી પણ શક્યતાઓ છે.

રામનાથ કોવિંદના ઉત્તરાધિકારી ના રૂપમાં પોતાના કોઈ ઉમેદવારની પસંદગી ભાજપ માટે આસન તો નહીં જ રહે. પીએમ મોદી આંચકો અને આશ્ચર્ય આપવા માટે ખુબ જાણીતા છે એવા સંજાેગોમાં કોઈપણ અટકળો કેટલી સાચી સાબિત થશે એ પણ મહત્ત્વનો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.