મોદીની યાદીમાં દગાખોર નેતાનું વ્યક્તિત્વ ગમે તેટલું ઊંચું હોય તો પણ વેતરી નાખી કાયમ માટે રાજકીય પરિબળોને જડ મૂળમાંથી કાઢી મૂકે છે
ગુજરાત બાર કાઉન્સિલ ના સમરસ જૂથનું નેતૃત્વ કરતા જે.જે. પટેલ ગેમ ચેન્જર નહીં બને તો રાજકીય સ્થાપિત હિતો ગેમ ચેન્જર બનવામાં કામયાબ થશે?
તસવીર ગુજરાત બાર કાઉન્સિલની છે જ્યારે ઈનસેટ તસવીર ભાજપના પ્રદેશ કન્વીનર શ્રી જે..જે.પટેલ ની છે ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે.જે.પટેલ સામાજિક કારણોસર વિદેશ પ્રવાસે હતા તેવા સમયે ગુજરાતના વકીલ મંડળના ઉમેદવારોની ચૂંટણી થઇ હતી
ત્યારે તેમની જ ગેરહાજરીનો લાભ ઉઠાવી ગુજરાત બાર કાઉન્સિલ ના સમરસ જૂથના કેટલાક સભ્યોએ શ્રી જે જે પટેલ ના વફાદાર સાથીઓને હરાવવા એકમાત્ર ઉદ્દેશ સાથે કેટલાકે ચક્રવ્યૂહ ગોઠવ્યો હતો અને ફોજદારી બારની ચૂંટણીમાં તો પ્રમુખ પદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાને શ્રી જે.જે.પટેલ ઊભા રાખેલા ઉમેદવાર છે એવો ઝેરી પ્રચાર ચલાવી શ્રી હસમુખભાઈ ચાવડા ને હરાવવા ભાજપના અસંતુષ્ટો કામે લાગી ગયા હતા?!
જેમાં જે તે સમયે કહેવાતી સીન્ડીકેટ માં બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી ભરતભાઈ ભગત, શ્રી અનિલભાઇ કેલ્લા પ્રમુખપદ ના ઉમેદવાર શ્રી હેમંતભાઈ નવલખા જેવા અનેક નામો ચર્ચાયા હતા?! અને પોતાની મતબેંક જાળવી રાખવા શ્રી હસમુખભાઈ ચાવડા ને જ નહીં શ્રી આશિષભાઈ પંડ્યા સહિત અનેકને હરાવવા પ્રયત્નો થયા હતા
એટલું જ નહિ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ (પી.પી) એ જે. જે. પટેલ ના માણસ હતા તેમને પણ હરાવવા ગુપ્ત કારસો ઘડાયો હોવાનું કહેવાય છે પરંતુ કેટલાક ઉમેદવારો પોતાના વ્યક્તિગત સર્કલ ને લીધે જીત્યા હતા!! ત્યારે હવે ભાજપ લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલે ફોજદારી બાર સહિત કેટલીક જગ્યાએ ચૂંટણી ની સમીક્ષા કરી સમરસ જૂથની નવેસરથી બાજી ચીપવાની જરૂર છે!
શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાદીમાં દગાખોર નેતાની ગમે તેટલું ઊંચું વ્યક્તિત્વ હોય તોપણ વેતરી નાખી કાયમ માટે રાજકીય પરિબળો ને જડ મૂળ માંથી કાઢી મૂકે છે! ત્યારે જે.જે.પટેલ દૂધ પીવડાવી સાંપ ઉછેરી રહ્યા છે કે શું?! તેમની વ્યક્તિત્વની કુનેહ અને હિંમતની હવે જરૂર છે એવું ઘણા સીનીયર વકીલોને લાગે છે ત્યારે શ્રી જે.જે.પટેલ આત્મનિરીક્ષણ કરશે? (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ફોજદારી બારની ચૂંટણીનું મૂલ્યાંકન જે જે પટેલ કરશે?! ઃ ઘણા સારા માણસો પોતાના ઘરમાં સૌથી વધુ અજાણ્યા હોય છે – એસ.ટી.કોલરીજ
એસ.ટી. કોલરિજ નામના વિચારકે કહ્યું છે કે ‘‘ઘણાખરા માણસો પોતાના ઘરમાં સૌથી વધુ અજાણ્યા હોય છે”!! જ્યારે ચેન્જિંગ નામના વિચારકે કહ્યું છે કે ‘‘સમાજ ઉચ્ચકોટિના દર્શનશાસ્ત્રીઓ થી નહીં પરંતુ વ્યક્તિગત ચરિત્ર પર આધારિત છે”!! ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલનું પ્રભુત્વ સમગ્ર વકીલ આલમમાં ઊભું કરવામાં ભાજપના લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલ કામયાબ થયા હશે,
પરંતુ ભાજપ સમર્થિત એ સ્થાપિત હીતોનું એક જૂથ શ્રી જે. જે. પટેલ ની ગેરહાજરી માં તેમના જૂથના લોકો ને કાપવામાં કઈ બાકી નથી રાખતા ત્યાંરે શ્રી જે.જે. પટેલ આવા અસંતુષ્ટ અને છૂપા કથિત સત્તાવાન્છુક સ્થાપિત હિતો ને શોધી કાઢી પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવાની જરૂર હોવાનું અને જાણકારોનું માનવું છે!!