મોદીની સાથે મિત્રતાનું ફળ છે વાયુ પ્રદુષણ અંગે ટ્રંપનું નિવેદન: સિબ્બલ
નવીદિલ્હી, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા અંતિમ પ્રેસિંડેંશિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રંપે ભારત અને રશિયા પર પોતાનો ગુસ્સો કાઢતા દાવો કર્યો હતો કે ભારત,ચીન અને રશિયામાં હવાની ગુણવત્તા ખુબ ખરાબ છે આ દેશ પોતાની હવાનું ધ્યાન રાખતા નથી જયારે અમેરિકા હંમેશા એયર કવાલિટીનું ઘ્યાન રાખે છે ટ્રંપે પેરિસ જળવાયુ સમજૂતિથી યુએસના હટાવાની વાત દોહરાવતા કહ્યું હતું કે તેનાથી તેે બિન પ્રતિસ્પર્ધી રાષ્ટ્ર બનાવી દીધુ હતું. અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્રંપની સાથે વડાપ્રધાન મોદીની મિત્રતાના દેખાડાને લઇ વડાપ્રધાન પર કટાક્ષ કર્યો હતો.
કપિલ સિબ્બલે કહ્યું કે ટ્રંપનું આ નિવેદન અને તેમની ભારતથી સંબંધિત કેટલાક અન્ય ટીપ્પણીઓનો હવાલો આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર પર કટાક્ષા કરતા કહ્યું કે આ મિત્રતાનું ફળ છે,તેમણે ટ્વીટ કરી કહ્યું કે કોવિડ ૧૯થી મોતના આંકડા પર સવાલ ઉઠાવવા,ટ્રંપની સાથે મિત્રતાનું ફળ છે. ટ્રંપે કહ્યું કે ભારત ખરાબ વાયુ મોકલે છે ત્યાંની હવા ખરાબ છે ભારત રેટિફ કિંગ છે.આ બધુ હાઉડી મોદીનું પરિણામ છે.
દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ દાવો કર્યો કે આ નિવેદનથી ટ્રંપે જળવાયુ પરિવર્તન પર પોતાની ઓછી માહિતી જાહેર કરી છે શર્માએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રંપે નમસ્તે ઇન્ડિયાનું અપમાન કર્યું છે અને જળવાયુ પરિવર્તન પર પોતાની માહિતીી કમી જાહેર કરી છે કોંગ્રેસના વિદેશ મામલા વિભાગના પ્રમુખે કહ્યું હતું કે ટ્રંપને આ તથ્યની બાબતમાં બતાવવું જાેઇતું હતું કે અમેરિકા ઇતિહાસિક રીતે સૌથી વધુ પ્રદુષણ પેદા કરનાર દેશ છે અને ત્યાં ગ્રીનહાઉસ ગેસનું પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન પણ ભારતથી છ ગણુ વધારે છે.HS