મોદીને કિસાનોની શક્તિનો અંદાજો નથી: રાહુલ ગાંધી
પટિયાલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની ખેતી બચાવો યાત્રા પટિયાલા પહોંચી ચુકી છે આ પહેલા સંગરૂરમાં ભવાનીગઢની અનાજ મંડીમાં રાહુલ ગાંધી અને કેપ્ટન અમરિંદર સિંહે વિશાળ રોષ રેલીને સંબોધિત કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપસરકારને કાનુન બનાવવાની ખુબ જલ્દી હતી વિચાર્યું હશે કે એકવાર કાનુન બની ગયો તો કિસાન કંઇ કરી શકશે નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાનોની શક્તિને જાણતા નથી કિસાન એક વાર પોતાની જીદ પર આવી જાય તો તે પોતાની વાત મનાવીને જ રહે છે. આ વખતે પણ કિસાન પોતાના હકની લડાઇ રહ્યાં છે જેમાં હું અને મારી પાર્ટી ખભે ખભો મિલાવી તેમની સાથે ઉભી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે છ વર્ષથી દિલ્હીમાં નરેન્દ્ર મોદીજીની સરકાર છે અને છ વર્ષથી આ સરકાર ગરીબો,મજદુરો કિસાનો પર એક બાદ એક આક્રમણ કરી રહીછે તેની એક પણ નીતિ ગરીબ જનતાને લાભ પહોંચાડનાર નથી તેમની બધી નીતિ તેમના ત્રણ ચાર પસંદગીના મિત્રો માટે બનાવવામાં આવે છે આજ કારણે દેશના અન્નદાતા આજે માર્ગો ઉપર છે અને તેમના મિત્ર લોકો પૈસા જ પૈસા કમાવી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ મોદી પર ટીપ્પણી કરતા કહ્યું કે તે સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં નથી ન તો તે મંડી પીડીપી અને એમએસપીનું કઇ કરી શકતા નથી જયારે આ તમામે મળી દેશના અન્નદાતાઓને તબાહ કરી રાખ્યા છે હવે આ નવો કૃષિ કાનુન તેમની કમર તોડી દેશે જયારે અન્નાદાતા જ ખુશ નહીં રહે તો દેશના વિકાસની આશા કેવી રીતે કરી શકાય
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે કિસાનોની વિરૂધ્ધ સંસદમાં જાેરજબરજસ્તી બિલ પાસ કરાવ્યા છે જેથી તેમના મિત્રોને લાભ થાય પરંતુ કોંગ્રેસ કિસાનોની પડખે છે અને જયાં સુધી કિસાનોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.HS