મોદીને જાેઇ હિન્દી અને અમિત શાહને જાેઇ ગુજરાતી સારી થઇ : મમતા
કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જએ પોતાની ધારાપ્રવાહ હિન્દી અને ગુજરાતીનું કારણ વડાપ્રધાન મોદી અને અમિત શાહને બતાવ્યા છે. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ટીએમસી પ્રમુખે કહ્યું કે મોદીને જાેઇને હિન્દી સારૂ થઇ ગયું જયારે અમિત શાહને જાેઇને ગુજરાતી પણ સારૂ થઇ ગયું. પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને કહ્યું કે તે હિન્દીમાં પુછાયેલા સવાલોનો જવાબ હિન્દીમાં જ આપશે. જયારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે આટલી ધારાપ્રવાહ હિન્દી કેવી રીતે બોલવા લાગ્યો તો તેમણે કટાક્ષ ભર્યા અંદાજમાં કહ્યું કે મોદીને જાેઇ હિન્દી સારૂ થઇ ગયું અને અમિત શાહને જાેઇને ગુજરાતી પણ ત્યારબાદ તેઓ કેમ છો કેમ છો કહેવા લાગી જેનો ગુજરાતી ભાષામાં અર્થ થાય છે આપ કૈસે હૈ.
ટીએમસી સાંસદ સુખેંદુ શેખર રોયે પોતાના સત્તાવાર નિવાસ પર મુખ્યમંત્રી બેનર્જી માટે મીડિયા સાથે વાતચીતનો કાર્યક્રમ રાખ્યો હતો અહીં મુખ્યમંત્રીએે જયારે મીડિયાનો આભાર માનવા માટે બોલાવ્યા તો તે બાંગ્લામાં ભાષણ આપવા લાગ્યા ત્યારે બેનર્જીએ જઇ તેમને ઘીરેથી ટોકયા ત્યારબાદ મુખ્યમંત્રી બેનર્જીએ પોતાનું ભાષણ હિન્દીમાં કર્યું
એ યાદ રહે કે મમતા બેનર્જી હાલના દિવસોમાં રાષ્ટ્રીય રાજનીતિમાં પગલા માંડવાનું વિચારી રહ્યાં છે તેમણે દિલ્હીમાં પોતાની સંસદીય પક્ષની બેઠક બોલાવી હતી ત્યારબાદ તેઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતાં
અહીં રાહુલ ગાંધી પણ હાજર હતાં ત્યારબાદ તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના ઘરે મુલાકાત કરી હતી. આ પહેલા તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ મુલાકાતોની પાછળ મિશન ૨૦૨૪ને માનવામાં આવે છે.મમા બેનર્જી મોદી અને ભાજપની વિરૂધ્ધ વિરોધ પક્ષોને એક કરવા માંગે છે.