મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આજે ૭૧ માં જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે તેમને શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મારી શુભેચ્છા છે કે આપ સ્વસ્થ રહો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી ‘ અર્હનિશ’ સેવામહે ની પોતાની સર્વવિદિત ભાવનાની સાથે રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ મોદીને તેમના ૭૧ માં જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેમની અસાધારણ દૂરદ્રષ્ટિ, અનુકરણીય નેતૃત્વ અને સમર્પિત સેવાએ દેશનાં સર્વાંગી વિકાસ કર્યો છે. તેમને આગળ લાંબુ, સ્વસ્થ અને સુખી જીવનનું આશીર્વાદ મળે!
ગૃહમંત્રી અમિત શાહે પણ ટિ્વટ કરીને પીએમ મોદીને તેમના ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મોદીજીએ સુરક્ષા, ગરીબ-કલ્યાણ, વિકાસ અને ઐતિહાસિક સુધારાઓના સમાંતર સમન્વયનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. પીએમ મોદીના સંકલ્પ અને સમર્પણથી દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ઉભો થયો છે, જેના કારણે દેશ નવા વિક્રમો સ્થાપીને આર્ત્મનિભરતા તરફ આગળ વધી રહ્યો છે.HS