મોદીનો મહત્વનો નિર્ણય, CBSE બોર્ડની પરીક્ષા કરાઇ કેન્સલ
કોરોનાકાળમાં PM મોદીએ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત CBSE બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક યોજી હતી.
આ બેઠકમાં CBSE ના ચેરમેન પણ હાજર રહ્યાં હતાં. તદુપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
આ મહત્વની બેઠકમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે બોર્ડની પરીક્ષા કઇ રીતે યોજવામાં આવે,
પરીક્ષા યોજવી કે નહીં જેવી બાબતો પર મહામંથન કરવામાં આવ્યું. ત્યારે આ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.