મોદી અને કાશ્મીર પર ઇમરાન સરકાર નિષ્ફળ: મરિયમ નવાજ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં વિરોધ પક્ષના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેંટ (પીડીએમ) પોતાની બીજી સરકાર વિરોધીમાં ઇમરાન સરકાર પર હુમલાખોર રહી તાજેતરમાં ઇમરાન ખાન દ્વારા નવાજ શરીફને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ બતાવ્યા તો શરીફની પુત્રી મરિયમ નવાજે પાકિસ્તાની વડાપ્રધાન પર પલટવાર કર્યો તેમણે કહ્યું કે મોદી અને કાશ્મીર પર ઇમરાન સરકાર નિષ્ફળ થઇ છે.
ઇમરાને નવાજ શરીફને મોદીના મિત્ર તે સમયે બતાવ્યા હતાં જયારે શીરફે લંડનથી વીડિયો લીક દ્વારા પાક વડાપ્રધાન અને સેના પર આરોપ લગાવ્યો હતો.ઇમરાને કહ્યું હતું કે શરીફ તે ભાષા બોલી રહી છે જે નરેન્દ્ર મોદી બોલે છે. પરંતુ કરાંચીની રેલીમાં શરીફની પુત્રી મરિયમે કહ્યું કે મોદીની સફળતાની દુઆ કરો તમે,મોદીથી વાત કરવા માટે ઉત્સુક હોય તમે,કુલભૂષણ જાધવ માટે રાતો રાત અધ્યાદેશ પસાર કરો તમે તેના માટે સરકારી ખર્ચથી વકીલ શોધો તમે કાશ્મીરને કશ્કરીમાં રાખી રજુ કરો તમે કાશ્મીરનો કેસ હારી જાવ તમે ભારતને યુએનમાં મત આપો તમે અને અને અમને બોલો છો કે અમે મોદીની ભાષા બોલીએ છીએ. આ ખોટું છે.મરિયમે કહ્યું કે જયારે અમે ઇમરાનથી જવાબ માંગીએ છીએ ત્યારે તે કહે છે કે નવાજ શરીફ મોદીની ભાષા બોલે છે.
આ પહેલા પણ કરાંચી જલસામાં મરિયમે ઇમરાન સરકાર પર ભારે પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે ઇમરાન ખાન પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાકિસ્તાની સેનાની પાછળ છુપાઇ રહી છે તેનાથી સેનાની તસવીર કલંકિત થઇ રહી છે તેમણે કહ્યું કે જયારે જવાબ માંગવામાં આવે છે ત્યારે તમે સેનાની પાછળ છુપાઇ જાવ છો તમે કાયર છો તમે સેનાનું નામ બદનામ કરી દીધુ છે.પોતાની ભુલો છુપાવવા માટે સેનાનો ઉપયોગ કર્યો.
એ યાદ રહે કે મરિયમે ઇમરાન સરકારની વિરૂધ્ધ જયાં કરાંચી રેલીમાં જાેરદાર ભાષણ આપ્યું તેના થોડા કલાકોમાં જ તેમના પતિ સફદર અવાનને કરાંચીની જ એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જાે કે થોડા કલાકોમાં જ તેમને જામીન પર મુકત કરવામાં આવ્યા હતાં.HS