મોદી અને શાહ દુર્ગા પુજા પર બંગાળના લોકોને સંબોધિત કરશે
કોલકતા: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહીનાના અંતમાં આયોજીત થનાક દુર્ગા પુજા પ્રસંગે પશ્ચિમ બંગાળવાસીઓને સંબોધિત કરશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે પાર્ટીની બંગાળ એકમે વડાપ્રધાનને લોકોને આગામી દુર્ગા પુજા દરમિયાન કોવિડ ૧૯ સંબંધી દિશા નિર્દેશોનું પાલન કરવાનો સંદેશ આપવાની વિનંતી કરશે
વિજયવર્ગીયે કહ્યું કે વડાપ્રધાન મોદી દુર્ગા પુજાના પાવન અવસર પર રાજયવાસીઓને વર્ચુઅલ રીતે સંબોધિત કરશે તે ૨૨ ઓકટોબરે લોકોથી વર્ચુઅલ રીતે જાેડાશે
તાજેતરમાં જ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષે કહ્યું હતું કે ૨૨ ઓકટોબરથી આરંભ થનાર દુર્ગાપુજાથી પહેલા ખુબ સંભવ છે કે શાહ રાજયનો પ્રવાસ કરે ત્યાંના નેતાઓથી ચુંટણી તૈયારીઓ પર ચર્ચા કરે તેમણે કહ્યું હતું કે પ્રદેશ એકમોએ શાહ અને નડ્ડા બંન્નેથી રાજયનો પ્રવાસ કરવાની વિનંતી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી નેતાઓએ પ્રદેશ ભાજપના નેતાઓને કહ્યું કે તે કૃષિ સુધારથી સંબંધિત તાજેતરમાં
પસાર વિધેયકોના લાભથી જનતાને માહિતગાર કરાવે મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વિધેયકોની વિરૂધ્ધ અભિયાન ચલાવી રહી છે પ્રદેશના નેતાઓથી એ પણ કહેવામાં આવ્યું છે કે તે લોકોને બતાવે કે રાજયની તૃણમૂલકોંગ્રેસની સરકાર કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને લાગુ કરી રહી નથી