મોદી આગામી મહિને ફાંસ, જર્મની અને ડેન્માર્કની મુલાકાતે જશે

File
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા માસમાં જર્મની, ડેનમાર્ક તથા ફ્રાન્સની મુલાકાતે જઈ રહયા છે. શ્રી મોદી મે માસના પ્રારંભમાં જ તેમનો આ પ્રવાસ યોજશે. ખાસ કરીને યુક્રેન યુદ્ધના વાતાવરણ વચ્ચે ભારતે જે ભૂમિકા બનાવી છે તેના યુરોપીયન દેશોમાં પડઘા પડયા છે.
અને તે સંદર્ભમાં મોદીની આ મુલાકાત મહત્વની બની રહી છે. સીનીયર અધિકારીના જણાવ્યા મુજબ ફ્રાશન્સમાં તા.ર૪ એપ્રિલના પ્રેસીડેન્ટની ચુંટણી છે અને તે બાદ ફ્રાન્સની મુલાકાત લેનાર મોદી પ્રથમ રાષ્ટ્રવડા બની શકે છે. ફાંસમાં સત્તા પરીવર્તનના સંકેત છે.
અને મોદીની આ મુલાકાત પૂર્વે ફરી એક વખત કન્ફર્મેેશન લેવાશે. મોદી આ ઉપરાંત ડેન્માર્ક અને જર્મની પણ જઈ રહયા છે. આ બંને દેશો વચ્ચેના ભારતના વ્યાપારી અને ઔધોગીક સંબંધો સતત મહત્વના બની રહયા છે. તે સમયે આ મુલાકાત પર સૌની નજર છે.