મોદી એકલા નહીં મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પીએમ પદના દાવેદાર છે : ઉપેન્દ્ર કુશવાહા
પટણા: જેડીયુના સિનિયર નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદનું મટીરિયલ છે. તેમણે કહ્યું કે આજની તારીખમાં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. જનતાએ તેમને પ્રધાનમંત્રી બનાવ્યાં છે. તેઓ સારુ કામ કરી રહ્યાં છે પરંતુ તેમની ઉપરાંત પણ ઘણા એવા નેતા છે જે પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા રાખી શકે છે તેમાં એક મુખ્ય ચહેરો નીતિશ કુમાર છે.
કુશવાહાએ કહ્યું કે સ્વાભાવિક રીતે નીતિશ કુમારને પીએમ મટીરિયિલ કહેવું જાેઈએ. એ કોણ કહે છે કે નીતિશ કુમાર પીએમ મટિરિયલ નથી. હા જ્યાં સુધી મોદી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી તેમને પડકાર આપવાનું હું કહેતો નથી. અમે તેમની સાથે ગઠબંધનમાં છીએ પરંતુ નીતિશ કુમાર પણ પ્રધાનમંત્રીની કાબેલિયત ધરાવે છે. ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ નીતિશ કુમારને પ્રધાનમંત્રી પદના દાવેદાર ગણાવી ચૂક્યા છે.
જેડીયુ તરફથી આ નિવેદન આવતા જ બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જેડીયુ અને બીજેપી વચ્ચેના સંબંધો ૨૦૨૦ ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ઘણા પ્રસંગોએ જાેવા મળ્યા છે. ચૂંટણીમાં જેડીયુ ૪૩ બેઠકો સાથે ત્રીજાે પક્ષ બન્યો, ત્યારબાદ પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વની દરમિયાનગીરીથી તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
તૃતીય પક્ષના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા પછી પણ નીતિશ કુમાર ભાજપને સરકારમાં ચાલવા દેતા નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદે પણ આ અંગેની પીડા વ્યક્ત કરી છે. આ સિવાય, આવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને પક્ષોના નેતાઓ વચ્ચે મડાગાંઠની સ્થિતિ હતી.