મોદી કિસાનોનું અહિત થવા દેશે નહીં: રાજનાથસિંહ

નવીદિલ્હી, નવા કૃષિ કાનુનોને પાછું લેવાની માંગને લઇ કિસાનોનું આંદોલન જારી છે ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે કિસાન દિવસ પ્રસંગે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને યાદ કર્યા હતાં રક્ષા મંત્રીએ પૂર્વ વડાપ્રધાનના કિસાનીના ક્ષેત્રમાં યોગદાનનો ઉલ્લેખ કરતા આશા વ્યકત કરી કે કિસાન તાકિદે આંદોલન પાછુ લઇ લેશે.
રાજનાથસિંહે ટ્વીટ ક્યું કે પૂર્વ વડાપ્રધાન અને દેશના સૌથી સન્માનિત કિસાન નેતાઓમાં અગ્રણી ચૌધરી ચરણસિંહજીને તેમની જયંતિ પ્રસંગ પર હું સ્મરણ અને નમન કરૂ છું.ચૌધરી સાહેબ આજીવન કિસાનોની સમસ્યાઓનો અવાજ આપતા રહ્યાં છે અને તેમના કલ્યાણ માટે કામ કરતા રહ્યાં છે દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.
રાજનાથે આગળ લખ્યું કે ચૌધરી ચરણસિંહ ઇચ્છતા હતાં કે દેશના કિસાનોની આવક વધે તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળે અને કિસાનોનું માન સન્માન સુરક્ષિત રહે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રેરણાથી જ કિસાનોના હિતમાં અનેક પગલા ઉઠાવી રહ્યાં છે કિસાનોનું તે કોઇ પણ સ્થિતિમાં અહિત થવા દેશે નહીં.
રક્ષા મંત્રીએ કહ્યું કે આજે કિસાન દિવસ પ્રસંગે હું દેશના તમામ અન્નદાતાઓને અભિનંદન આપુ છું તેણ દેશને ખાદ્ય સુરક્ષાનું કવચ પ્રદાન કર્યંુ છે.કૃષિ કાનુનોને લઇ કેટલાક કિસાન આંદોલનરત છે સરકાર તેમની સાથે પુરી સંવેદનશીલતાથી વાત કરી રહી છે. હું આશા કરૂ છું કે તે તાકિદે પોતાનું આંદોલન પાછું લઇ લેશે એ યાદ રહ કે ચૌધરી ચરણસિંહની જયંતી એટલે કે ૨૩ ડસેમ્બરના દિવસને કિસાન દિવસ રીકે મનાવવામાં આવે છે.HS