મોદી કેબિનેટનું વિસ્તરણ થઇ શકે : નવા ચહેરાને મંત્રી પદ મળે તેવી સંભાવના, જુના મંત્રીને છુટ્ટી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે છે. ભાજપના સુત્રોના દાવાને માનીએ તો સપ્ટેમ્બરમાં વડાપ્રધાન તેમના પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરે તેવી અપેક્ષા છે જો કે અત્યારથી જ આ વાતની ચર્ચાએ રાજકીય ગલીયારાઓમાં ઘણાની ઉધ ઉડાડી મુકી છે.
ભાજપના સુત્રોનું કહેવુ છે કે જયોતિરાદિત્ય સિંધિયા મુકુલ રોય સુરેશ પ્રભુ અને હેમંત બિસ્વા સરમા જેવા નવા ચહેરા મંત્રી પદની રેસમાં છે રાજયસભાની ચુંટણીઓના પરિણામ બાદ નવા આગંતુકોને સમાવવા માટે કદાચ એક મોટા મિનીસ્ટર ડાઉનગ્રેડ પણ થઇ શકે છે મઘ્યપ્રદેશમાં કમલનાથની સરકારને ઉથલાવીને ભાજપનું કમળ ખીલવવામાં મદદ કરનાર સિધિયાને હવે ભાજપે આપેલુ વચન પૂર્ણ કરવાનો સમય આવ્યો છે જાે કે ભાજપના સુત્રોનું માનવુ છે કે સિધિયાને મંત્રી બનાવવામાં ગૃહમંત્રી અમિત શાહ રસ લઇ રહ્યાં છે જેનું એક એવું કારણ માનવામાં આવે છે કે જયારે શાહ શહેનશાહ નહોતા તે વખતે જુના શિવરાજસિંહ સાથેની ખટપટ હોઇ શકે છે મધ્યપ્રદેશષમાં ૨૪ વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણીઓ થવાની છે જેમાં ૨૨ બેઠકો સિધિયા જુથના લોકોની છે જેમણે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપ ગમન કરેલુ જેના લીધે શિવરાજ સરકાર સતામાં આવી હતી અહીં આ જગ્યાએ સિધિયાને ખુશ રાખવા પણ જરૂરી છે કારણ કે ૨૪માંથી ૧૬ બેઠકો ગ્વાલિયર ચંબલના એ ક્ષેત્રની છે જે સિંધિયાનો ગઢ ગણાય છે.આથી તેમને મંત્રી બનાવાશે.
જયારે આસામના હેમંત સરમા ભાજપ માટે પોતાની યોગ્યતા કયારની સાબિત કરી ચુકયા છે તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ઇનામની રાહ જાેઇ રહ્યાં છે. બંગાળમાં દીદીના ગઢમાં ગાબડા પાડવા માટે ભાજપમાં લવાયેલા ઇમ્પોર્ટેડ ઉમેદવાર મુકુલ રોય હવે સંપૂર્ણ પણે ભાજપના થઇ ચુકયા છે. બંગાળમાં ભાજપને મજબુત કરવામાં રોયનું યોગદાન મહત્વનું રહ્યુ છે આથી તેઓ પણ ઇનામની રાહમાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મોદી દિલ્હી માટે આઉટ સાઇડર છે મોદી બહારથી કોઇ ટેકનોક્રેટને લાવવા માટે વધુ ઉત્સાહી છે જાે કે એ વાત નિશ્ચિત મનાય છે કે નિર્મલા સીતારમણના સંભવિત હરીફોને તેમની હાલની કક્ષાએથી ડાઉનગ્રેડ કરવામાં આવી શકે છે. કહેવાય છે કે રાજસ્થાનના કોઇ રાજય કક્ષાના મંત્રીનો ભોગ લેવાઇ શકે છે હાલમાં મોદી કેબિનેટમાં રાજસ્થાનથી કૈલાશ ચૌધરી અને અર્જૂન રામ મેધવાલ રાજય કક્ષાના પ્રધાન છે ભાજપે ગુમાવેલી તકથી કદાચ બની શકે છે કે મોદી આ મામલે તેમનાથી નારાજ છે અને તેનું સારૂ એવું ઇનામ પણ તેમને મળે.HS