Western Times News

Gujarati News

મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ પ૮ કાયદાઓને ખતમ કરવામાં આવશે

File photo

ન્યુદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ઘણામોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં જૂના અને અપ્રાસંગીક થઈ ચુકેલા કાયદાઓમાં સમાપ્ત કરવાની કવાયતમાં કેન્દ્રીય કેબીનેટ પ૮ કાયદાઓ ખતમ કરવાના એક બિલને મંજૂરી આપી દીધી. કેન્દ્રની એનડીએ સરકર પોતાના બીજા કાર્યકાળ દરમ્યાન અત્યાર સુધી અનાવશ્યક થઈ ચુકેલા ૧૮ર૪ જુના કાયદાઓને ખતમ કરવા તરફ આગળ વધ્યા છે.

સુધારો અને સુધારો બિલ ર૦૧૯ ને સંસદને મંજૂરી મળ્યા બાદ ૧૩૭ કાયદા જે સરકાર અનુસાર પોતાની પ્રાસંગીકતા ગુમાવી ચુકયા છે. તેમને આગલા ભાગમાં ખતમ કરી દેવામાં આવશે. કેન્દ્રીય કેબીનેટની મંજૂરી બાદ પઠ કાયદાઓને ખતમ કરવામં આવશે તેની યાદી તત્કાળ ઉપલબ્ધ નથી થઈ શકી.

જા કે સરકાર સાથે જાડાયેલા સુત્રો મુજબ આમાં મોટાભાગે એવા કાયદા છે. જેમને મુખ્ય કાયદાઓમાં સુધારા કરવા માટે લાગુ કરવામાં આવ્યા હતા. હાલમાં આ કાયદા પોતાની પ્રાસંગીકતા ગુમાવી ચુકયા છે. સરકારના એક અધિકારીએ કહ્યું એક વાર જયારેમુખ્ય કાયદાઓ સુધારો કરી દેવામાંઅ ાવશે તો આ ક સુધારા કાયદાઓ પ્રાસંગીકતા ગુમાવી દીધી છે. સ્વતંત્ર કાયદા તરીકે કાયદાના પુસ્તકોમાં તેની ઉપસ્થિતી અનાવશ્યક છે. અને તે માત્ર વ્યવસ્થા રોકી રહયા છે.’

ર૦૧૪માં પહેલીવાર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પુરાતન કાયદાનો ખતમ કરવા માટે બે સભ્યોની પેનલની સ્થાપના કરી હતી અને પેનલે કેન્દ્ર અને રાજય સરકાર પાસે આ કાયદાઓને ખતમ કરવાની ભલામણ કરતા પહેલા ચર્ચા પણ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.