મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા ભાજપ નેતા બાબુલ સુપ્રિયાને મરચાં લાગ્યા

નવીદિલ્હી: મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં નવા મંત્રીમંડળમાં ૪૩ મંત્રીઓને જગ્યા મળી છે. તેમાંથી ૧૫ નેતાઓને કેબિનેટ મંત્રી અને ૨૮એ રાજ્યમંત્રી પદના શપથ લીધા હતા. અહીં મંત્રીમંડળમાં જગ્યા નહીં મળવા અને મંત્રીપદથી રાજીનામું આપવાને લઈને ઘણા સાંસદ નારાજ છે. ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ કેબિનેટ વિસ્તરણ પહેલા ફેસબુક પોસ્ટમાં કહ્યું કે તે આ વાતથી ખૂબ જ ખુશ છે કે કાર્યકાળમાં તેમના પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યો. તેમણે કેન્દ્રીય મંત્રીમંડળ શામેલ થયેલા બંગાળના અમુક નેતાઓને શુભેચ્છાઓ પાઠવી. તેની સાથે જ તેમણે કહ્યું કે ‘હું પોતાના માટે દુઃખી છું.’
બાબુલ સુપ્રિયોએ ફેસબુક પર લખ્યુ, “હાં, જ્યાં ધુમાડો હોય છે ત્યાં આગ જરૂરથી લાગેલી હોય છે.” આજે મિત્રોના ફોન નથી લઈ શકતો. માટે વિચાર્યું કે જાતે જ જણાવી દઉં. હાં, મેં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના પદ પરથી રાજીનામું આપ્યું છે. (મને પહેલા રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ મને લાગે છે કે આ રીત યોગ્ય નથી.)
સુપ્રિયોએ લખ્યું-“હું માનનીય પ્રધાનમંત્રીને ધન્યવાદ આપુ છું કે તેમણે મને પોતાના મંત્રિપરિષદના સદસ્યના રૂપમાં દેશ સેવાની તક આપી. મને ખૂબ જ ખુશી છે કે મેં વગર કોઈ ભ્રષ્ટ્રાચારે પોતાના વિસ્તારમાં લોકોની સેવા કરી. આસનસોલના લોકોએ મને ૨૦૧૯માં ખૂબ વધારે મતોથી જીતાડીને સાંસદ બનાવ્યો.