મોદી કેબિનેટે કોલકતામાં ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરને મંજુરી આપી
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમે મંજુરી આપી દીધી છે.૮,૫૭૫ કરોડ રૂપિયાના ખર્ચે ૧૬.૬ કિલોમીટર ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેકટને પુરો કરવામાં આવશે આથી માસ ટ્રાંઝિટ સિસ્ટમને પ્રોત્સાહન મળશે.
તેમણે કહ્યું કે આથી મેટ્રો કોરિડોરથી ૨૪ પરગના અને હાવડા જીલ્લામાં રહેતા લોકોને લાભ પહોંચશે અને લગભગ આઠ લાખ લોકો રોજ તેનાથી સફળ કરશે મંત્રીએ કહ્યું કે આ પ્રોજેકટ ડિસેમ્બર ૨૦૨૧ સુધી તૈયાર થશે આટલું જ નહીં હાવડામાં મેટ્રોનો સૌથી ડીપેસ્ટ મેટ્રો સ્ટેશન હશે એટલું જ આ મેટ્રો ટ્રેન સેટને ભારતીય કંપની પીએમએલ તૈયાર કરશે જે આત્મનિર્ભર ભારતનો હિસ્સો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેકટના કુલ રૂટની લંબાઇ ૧૬.૬ કિમી છે જેમાં ૧૨ સ્ટેશન હશે આ પરિયોજનાથી ટ્રાફિકમાં સરળતા રહેશે શહેરી સંપર્ક વધશે અને યાત્રીઓ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યા પર જઇ શકશે.
દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં નેચરલ ગેસ માર્કેટિંગના સુધાર કરવામાં આવ્યો છે જે દેશમાં ગેસ ઇકોનોમીને પ્રોત્સાહન વધારશે કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર પ્રધાને કહ્યું કે નેચુરલ ગેસ મૂલ્ય નિર્ધારણ તંત્રને પારદર્શી બનાવવા માટે મંત્રીમંડળે આજે એક સ્ટૈંડર્ડાઇઝડ ઇ બોલી પ્રક્રિયાને મંજુરી આપી છે ઇબોલી માટે તાકિદે દિશાનિર્દેશ બનાવવામાં આવશે
જયારે પ્રકાશ જાવડેકરે કહ્યું કે આવનાર ઠંડીના દિવસોમાં લોકોને સાવધાની દાખવવી પડશે કોરોનાની કોઇ દવા નથી વેકસીન નથી આવામાં એક જ સુરક્ષા કવચ છે માસ્ક સુરક્ષિત અંતર અને બરાબર હાથ હોવા,આ ત્રીસ્તરીય સુત્ર બચાવ છે આવતીકાલથી તેના માટે એક જન આંદોલન શરૂ કરવામાં આવશે તેમાં પ્લેનથી લઇ ટ્રેન બજારોથી લઇ પોલીસ સ્ટેશન સુધી દરેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે જાપાનની સાથે સહયોગ સમજૂતિ પર હસ્તાક્ષરકરવામાં આવ્યા છે જેમાં બંન્ને દેશો વચ્ચે પરસ્પર આદાન પ્રદાન કરવામાં આવશે તેમણે કહ્યું કે કેનેડાની સાથે એક એમઓયુ સાઇન કરવામાં આવી છે ભારત જુલોજિકસ સર્વે અને કેનેડાની એક સંસ્થાથી પ્રાણીઓના જિનોમની બાર્કોડિગ કરવા માટે સમજૂતિ કરી છે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સ્ટોકહોમ કન્વેંશનની અનુસમર્થન કરે છે આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરનાર સાત કેમિકલ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ભારત દુનિયાને એક પોઝીટીવ સંદેશ આપી રહ્યું છે કે અમે આ ક્ષેત્રમાં પણ સક્રિય છીએ અને અમે આરોગ્ય અને પર્યાવરણીય ખતરાને સહન કરીશુ નહીં.HS