મોદી કેબિનેટે ગામડાઓના કામની યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો
નવીદિલ્હી, આજે બુધવારનાં રોજ મોદી સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કેટલાક મોટા ર્નિણય લેવામાં આવ્યા છે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરીને તમામ ર્નિણયોની જાહેરાત કરી હતી.
કેબિનેટમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે તેવી જગ્યાઓ પર ટેલિકોણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં અત્યારે પણ મોબાઈલ કનેક્ટિવિટી નથી. આ સિવાય ગ્રામીણ જગ્યાઓને સડકોથી જાેડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાને ફરી શરૂ કરવામાં આવશે, જેથી દેશના ગામેગામને સડકોથી જાેડવામાં આવે.
કેન્દ્ર સરકારનો ર્નિણય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, આ ગામડાઓમાં ૪જી સુવિધા ઊભી કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટમાં ૬૪૬૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
મોબાઈલ સિવાય રોડ કનેક્ટિવિટી માટે પણ આજે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવશે જે હેઠળ જે ગામડાઓમાં આજે પણ રોડ નથી ત્યાં રોડ બનાવવામાં આવશે. જંગમ વિસ્તારો જેવા કે પહાડો, નદી-નાળા હોય તેવી જગ્યાઓ પર રસ્તા બનાવવામાં આવશે અને નાના પૂલ બનાવવાની પણ યોજના છે.HS