મોદી ટોકિયો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડીઓને મળ્યા

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે બ્રેકફાસ્ટ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ટોક્યોથી ગોલ્ડ મેડલ લાવનારા નીરજ ચોપરાને ચૂરમું ખવડાવ્યું. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે આઈસ્ક્રિમ ખાધો. ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં આ કાર્યક્રમ પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર રાખવામાં આવ્યો હતો.
ટોક્યોથી જ્યારે નીરજ ચોપરા પાછા ફર્યા તો ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે પીએમ મોદી તેમને ચુરમું ખવડાવશે. પીએમ મોદીએ વચન પાળ્યું. પીએમ મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ આઈસક્રિમ ખાવાનું વચન આપ્યું હતું.HS