મોદી-ટ્રમ્પ વચ્ચે ટ્રેડ, ડિફેન્સ અને ફાઇવ જીના મુદ્દા પર લાંબી ચર્ચા
ઓસાકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાપાનના લોકપ્રિય શહેર ઓસાકામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જુદા જુદા દ્ધિપક્ષીય અને વૈશ્વિક મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ઇરાન, ફાઇવ જી કોમ્યુનિકેશન નેટવર્ક, ટ્રેડ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં આ વાતચીત યોજાઇ હતી. જી-૨૦ શિખર બેઠક પહેલા આ બેઠક યોજાઇ હતી. જેના પર દુનિયાના દેશો નજર રાખી રહ્યા હતા.
તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક બંને પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મોદીએ સવારમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. આશરે ૪૦ મિનિટ સુધી આ વાતચીત ચાલી હતી. જેમાં વેપાર સહિતના તમામ મુદ્દા છવાયા હતા. ઇરાનનો મુદ્દો પણ છવાઇ ગયો હતો. વાતચીત પહેલા જ મોદીએ પત્રકારો સાથે વાતચીત કરતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ઇરાન સહિતના મુદ્દા પર વાતચીત થનાર છે.
Today’s meeting of the JAI Trilateral was a productive one. We had extensive discussions on the Indo-Pacific region, improving connectivity and infrastructure development.
Grateful to PM @AbeShinzo and President @realDonaldTrump for sharing their views as well. pic.twitter.com/FruUecBySB
— Narendra Modi (@narendramodi) June 28, 2019
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી પેદાશો પર ચાર્જ ઘટાડી દેવાની ચેતવણી વચ્ચે આ વાતચીત ખુબ મહત્વપૂર્ણ બની ગઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારના દિવસે જાપાન પહોંચી જતા પહેલા ભારતને લઇને કઠોર પ્રતિક્રિયા આપી હતી. સાથે સાથે પોતાના અજેન્ડાને રજૂ કરીને કેટલાક સંકેતો આપ્યા હતા. ટ્રમ્પે કરીને કહ્યુ હતુ કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ભારત તરફથી છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ વધારે ટેરિફ લાગુ કરવાના મુદ્દા પર વાતચીત કરનાર છે. હાલમાં આને વધુ વધારી દેવાના મુદ્દા પર વાતચીત કરવાની ઇચ્છા ટ્રમ્પે વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે આ ટેરિફ સ્વીકાર્ય નથી. આને પરત લેવામાં આવે તે જરૂરી છે. ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોરની િસ્થતી વચ્ચે ભારત લાભ લઇ શકે છે.
ટ્રમ્પના નિવેદન બાદ ભારત અને અમેરિકા વચ્ચે ખેંચતાણ વધી રહી હોવાના સંકેત મળી રહ્યા હતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત બાદ તરત જ ટ્રમ્પ અને મોદી જાપાનના વડાપ્રધાન શિન્જા આબેને મળ્યા હતા. આ ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. મોદી અને ટ્રમ્પ વચ્ચે બેઠક ઉપયોગી બની ગઇ હતી. કારણ કે પોતાની અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ ટ્રમ્પ અમેરિકી પેદાશો પર ભારતની વધારી ડ્યુટીને લઇને વિરોધ કરી રહ્યા છે.
ગુરૂવારના દિવસે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.અત્રે નોંધનીય છે કે જાપાન પહોંચી ગયા બાદ ગઇકાલે મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, આજે દુનિયા ભારતને શક્યતાઓના ગેટવે તરીકે જુએ છે. પોતાની સરકાર ફરી પ્રચંડ બહુમતિ સાથે આવ્યા બાદ આને વાસ્તવિકતાની જીત ગણાવીને કહ્યું હતું કે, ભારતના લોકોએ આ પ્રધાન સેવક ઉપર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યુ હતુ કે ૧૯૭૧ બાદ દેશમાં પ્રથમ વખત એક સરકારને પ્રો-ઇન્કમબેંસી જનાદેશ આપ્યો છે. ૬૧ કરોડ લોકોએ ભીષણ ગરમીની વચ્ચે મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોદીએ પોતાની જીતમાં પ્રવાસી ભારતીયોના યોગદાન માટે આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ પોતાના ગામના લોકોને પત્રો મોકલ્યા હતા. ઇમેઇલ મોકલ્યા હતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીતનો તખ્તો પહેલાથી જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો.. જાપાન-અમેરિકા-ભારતની આ બીજી બેઠક યોજાઈ હતી.આ બેઠક પહેલા ઓસાકામાં વાતચીતને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી.આ લીડરો છેલ્લે જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે બ્યુનોસએરમાં મળ્યા હતા.
મોદીએ જુદા જુદા મુદ્દા પર ચર્ચા થઇ હતી. તહેરાન અને વિશ્વના છ અન્ય શક્તિશાલી દેશો વચ્ચે વર્ષ ૨૦૧૫માં પરમાણુ કરારમાંથી અમેરિકાએ બહાર આવી જવાની જાહેરાત કરી હતી. પરમાણુ કરારમાંથી બહાર નિકળી ગયા બાદ નવેમ્બરમાં અમેરિકાએ ઇરાન પર ફરી પ્રતિબંધ મુકી દીધા હતા.
ઇરાનના ક્રુડ ઓઇલની નિકાસને ઘટાડીને શુન્ય કરવાના ઇરાદા સાથે અમેરિકાએઓ બીજી મેના દિવસે કેટલીક રાહતોને ખતમ કરી હતી. છ મહિના માટે તેમના આયાતકારોને જારી રહેલી રાહતોને ખતમ કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારતમાં હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત બદલ મોદીને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે કહ્યુ હતુ કે બંને દેશો જુદા જુદા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા માટે સહમત છે. બંને નેતાઓની બેઠક વેળા બંને દેશોના ટોપ લીડરો પણ હાજર રહ્યા હતા. ઓસાકામાં હાલમાં જી-૨૦ શિખર બેઠક યોજાઇ છે. વડાપ્રઘાનની ઓફિસે પણ મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત મામલે ટ્વીટ કરીને વાત કરી છે.
ભારતીય અને અમેરિકાના લોકોની નજર બેઠક પર હતી. હાલમાં જ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોઅે ભારત આવ્યા હતા. આ ગાળા દરમિયાન પણ પોમ્પિયોઅે વિદેશમંત્રી જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. પોમ્પિયોઅે એ ગાળામાં ટ્રમ્પ દ્વારા લખવામાં આવેલા એક પત્રને પણ વડાપ્રધાન મોદીને સોંપ્યો હતો જેના બદલ મોદીએ આજે મિટિંગમાં આભાર માન્યો હતો. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી.