મોદી-ટ્રમ્પ વચ્ચે CAA અંગે કોઇ પણ ચર્ચા થઇ નથી
નવી દિલ્હી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાઈપ્રોફાઇલ ભારત યાત્રાના બીજા દિવસે આજે દિલ્હીમાં જુદી જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એકબાજુ મોદી સાથે તેઓએ ઉચ્ચ સ્તર પર વાતચીત કરી હતી તેમાં સંરક્ષણ સોદાબાજી ઉપર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પે ત્રણ અબજ ડોલરની ડિફેન્સ ડિલની જાહેરાત કરી હતી.
ટ્રમ્પ-મોદી વચ્ચે મંત્રણા પર વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંખલાએ કહ્યું હતું કે, પાંચ મુદ્દાઓ ઉપર વાતચીત થઇ હતી જેમાં સુરક્ષા, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી અને બંને દેશોની પ્રજાના ઉપર વાતચીત થઇ હતી. વિદેશ સચિવે કહ્યું હુતં કે, મંત્રણા દરમિયાન નાગરિક સુધારા કાનૂનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.
કાશ્મીરના મુદ્દા પર વિદેશ સચિવે કહ્યું હતું કે, તેવો નિર્ણય લેવાયો છે કે, જમ્મુ અને કાશ્મીરમાં હકારાત્મક વિકાસની પ્રક્રિયા આગળ વધી છે. મંત્રણા દરમિયાન તેણમે કહ્યું હતું કે, નાગરિકતા સુધારા કાનૂનનો મુદ્દો મંત્રણા દરમિયાન ઉઠાવાયો ન હતો. પાકિસ્તાનના મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ભારતે પોતાની ચિંતાઓને સ્પષ્ટપણે રજૂ કરી હતી. નાર્કોટિક્સ પર એક ગ્રુપ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.