Western Times News

Gujarati News

મોદી ડિજિટલ પેમેન્ટ માટે e-Rupiની શરૂઆત કરશે

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-Rupiનો પ્રારંભ કરશે. જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉકેલ છે.પ્રધાનમંત્રીએ હંમેશા ડિજિટલ પહેલને સમર્થન આપ્યું છે. વર્ષોના સમયગાળામાં, લક્ષિત લોકો સુધી અને કોઇપણ ખામી કે ઉણપ વગર, સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સ્પર્શ પોઇન્ટ્‌સ સાથે લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઇલેક્ટ્રોનિક વાઉચરની વિભાવના સુશાસનની દૂરંદેશીને આગળ લઇ જાય છે. e-Rupiએ ડિજિટલ ચૂકવણી માટેનું કૅશલેસ અને કોન્ટેક્ટલેસ સાધન છે. તે એક ઊઇ કોડ અથવા  સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર હોય છે, જે લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવે છે.

આ અવરોધરહિત અને એક-વખતની ચૂકવણીના વ્યવસ્થાતંત્રના લાભાર્થીઓ કાર્ડ, ડિજિટલ ચૂકવણીઓની એપ્લિકેશનો અથવા ઇન્ટરનેટ બેન્કિંગના ઍક્સેસ વગર, સેવા પ્રદાતા પાસે તેમનું વાઉચર રીડિમ કરાવી શકશે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નાણાકીય સેવાઓના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સહયોગથી તેમના e-Rupiપ્લેટફોર્મ પર આ તૈયાર કર્યું છે.

e-Rupiકોઇપણ ભૌતિક હસ્તક્ષેપ વગર સેવા પ્રાયોજકોને લાભાર્થીઓ સાથે અને સેવા પ્રદાતાઓ સાથે જાેડે છે. તેનાથી નાણાકીય વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાને ચૂકવણી થાય તેવું પણ સુનિશ્ચિત થઇ શકે છે. તે પ્રિ-પેઇડ પ્રકારનું હોવાથી, સેવા પ્રદાતાને કોઇપણ અન્ય મધ્યસ્થીની સામેલગીરી વગર સમયસર ચૂકવણી થાય તે પણ સુનિશ્ચિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.