મોદી દ્રઢ ઈચ્છા શક્તિ અને મજબુત મનોબળ ધરાવતા વ્યક્તિ : અમિત શાહ
(પ્રતિનિધિ) અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને અહીથી તેઓ સીધા જ તેમના સંસદીય વિસ્તાર વારાણસી જવાના છે આજે સવારથી જ તેમના જન્મદિવસ નિમિતે આગેવાનો શુભેચ્છા પાઠવી રહયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્રઢ ઈચ્છા શક્તિ અને મજબુત મનોબળ ધરાવે છે અને તેના પરિણામે જ આજે તેમના શાસનકાળ દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહયા છે. અમિત શાહે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી
આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ પણ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા શક્તિના કારણે આજે દેશમાં એક પછી એક વિકાસશીલ પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહયા છે સરદાર સરોવર ડેમની કામગીરી પૂર્ણ થઈ છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા શક્તિનું પ્રમાણ છે.