મોદી પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે પંજાબનો પ્રવાસ કરશે. તેમનો આ પહેલો પ્રવાસ ત્રણ નવા કૃષિ કાયદા પાછા લીધા બાદ થશે. કૃષિ બિલ જારી થવા અને ગયા વર્ષે ૫ જૂને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ.
જે બાદ પીએમે રાજ્યનો પ્રવાસ કર્યો નથી. ખેડૂતો દિલ્હી નજીક સરહદોથી ધરણા હટાવી અને ૧૧ ડિસેમ્બરે પોતાના ઘરે પાછા ફર્યા છે. પીજીઆઈ સેટેલાઈન કેન્દ્ર ૪૫૦ કરોડ રુપિયાનો પ્રોજેક્ટ છે. જેની જાહેરાત યુપીએ સરકારે ૨૦૧૩માં કરી હતી. જાેકે ૨૦૧૪માં એનડીએ સત્તામાં આવી અને આ પ્રોજેક્ટ તે બાદ એક નોન-સ્ટાર્ટર બની ગયો.
ફિરોઝપુર શહેરના ધારાસભ્ય પરમિંદર સિંહ પિંકીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પોતાના વિસ્તાર માટે આ પ્રોજેક્ટને મંજૂરી અપાવવાનો દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પહેલા પંજાબમાં શિઅદ-ભાજપ સરકારના કારણે પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણમાં મોડુ થયુ અને ૨૦૧૭ બાદ બીજેપીના નેતૃત્વવાળી એનડીએ સરકારે પણ આમાં મોડુ કર્યુ. પીએમ મોદી આઠ વર્ષ જૂના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનની છેલ્લી જાહેરાત અનુસાર આ ૪૦૦ બેડવાળુ હોસ્પિટલ હશે.
એસએડીઅધ્યક્ષ સુખબીર સિંહ બાદલ જે ફિરોઝપુરના સાંસદ પણ છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યુ હતુ કે એપ્રિલ ૨૦૨૧માં બૈસાખીના દિવસે પીજીઆઈ સેટેલાઈટ સેન્ટરની આધારશિલા મૂકવામાં આવશે, પરંતુ કંઈ થયુ નહીં. જાેકે આનાથી ઘણા વર્ષો પહેલા આ વર્ષે એક જાન્યુઆરીએ ફિરોઝપુર ધારાસભ્ય પિંકીએ પોતે શિલાન્યાસ કર્યો હતો.
જાેકે ૪૦ એકરમાં ફેલાયેલા આ સ્વીકૃત પ્રોજેક્ટમાં ચાર દિવાલ સિવાય બીજુ કંઈ જાેવા મળી રહ્યુ નથી. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન ખતમ થયા બાદ પીએમ મોદી શિઅદ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલના ચૂંટણી વિસ્તારનો પ્રવાસ કરશે. સંગરુરના પીજીઆઈ સેટેલાઈન સેન્ટરની પણ ૨૦૧૩માં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આની ઓપીડી શરૂ થઈ ચૂકી છે. એઈમ્સ બઠિંડાની આધારશિલા ૨૦૧૬માં મૂકવામાં આવી હતી અને આ હવે ઓપરેશનલ છે. જાેકે ફિરોઝપુર બેઠક બીજેપીની પાસે છે. તેમ છતાં પણ પીજીઆઈ સેટેલાઈન કેન્દ્ર પર ફોકસ ઓછો રહ્યો છે.SSS