Western Times News

Gujarati News

મોદી ફક્ત ૨ કલાક જ સૂઈ જાય છે: BJP નેતાનો દાવો

મુંબઈ, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં ફક્ત બે કલાક સૂઈ જાય છે અને તેઓ એક એવો પ્રયોગ કરી રહ્યા છે જેથી કરીને તેમને સૂવાની જ જરૂર ન પડે અને દેશ માટે ૨૪ કલાક કામ કરતા રહે.

ચંદ્રકાન્ત પાટિલે હાલમાં જ કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી પહેલા કોલ્હાપુરમાં ભાજપના કાર્યકરોને સંબોધન કરતા આ ટિપ્પણી કરી. ચંદ્રકાન્ત પાટિલે દાવો કર્યો કે ‘પીએમ મોદી ફક્ત બે કલાક સૂવે છે અને દરરોજ ૨૨ કલાક કામ કરે છે. તેઓ હવે એક એવો પ્રયોગ કરી રહ્યા છે જેથી કરીને સૂવાની જ જરૂર ન પડે’ તેમણે દાવો કર્યો કે પ્રધાનમંત્રી દેશ માટે દર મિનિટ કામ કરે છે.

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે પીએમ મોદી ઊંઘ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને ૨૪ કલાક જાગીને દેશ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે ‘પીએમ મોદીએ એક મિનિટ પણ બરબાદ કરતા નથી. ભાજપ નેતા ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ખુબ જ કુશળતાથી કામ કરે છે અને તેઓ દેશમાં કોઈ પણ પાર્ટીમાં થનારી ઘટનાઓ પર જાણકારી ધરાવે છે.

અત્રે જણાવવાનું કે પીએમ મોદી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં લોકપ્રિયતા ધરાવતા નેતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરીથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગ્લોબલ લીડર અપ્રુઅલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ તરફથી બહાર પાડવામાં આવેલી નેતાઓની સૂચિમાં પીએમ મોદીને ૭૭ ટકા અપ્રુઅલ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ સાથે તેઓ પહેલા નંબરે છે.

મોર્નિંગ કન્સલ્ટન્ટ તરફથી ડેટા બહાર પાડવાની સાથે કહેવામાં આવ્યું કે ૧૩ દેશોમાં સૌથી વધુ અપ્રુઅલ રેટિંગ પીએમ મોદીનું છે જે દેખાડે છે કે તેઓ કેટલા લોકપ્રિય નેતા છે. આ સૂચિમાં પીએમ મોદી બાદ બીજા નંબરે મેક્સિકોના મેન્યુઅલ લોપેઝ છે. જેમને ૬૩ ટકા રેટિંગ મળ્યું છે. જ્યારે ઈટલીના મારિયા દ્રાઘી ૫૪ ટકા રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. જાપાનના ફૂમિયો કિશિદાને ૪૨ ટકા રેટિંગ મળ્યું છે.

અહીં એક ખાસ વાત એ છે કે પીએમ મોદીની ડિસઅપ્રુઅલ રેટિંગ પણ સૌથી ઓછી ૧૭ ટકા છે. સંસ્થાના જણાવ્યાં મુજબ પીએમ મોદી ૨૦૨૦થી ૨૦૨૨ સુધીના મોટાભાગના મહિનાઓમાં સૌથી લોકપ્રિય નેતા બની રહ્યા. પીએમ મોદીએ આ સૂચિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન, બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોને પણ પાછળ છોડ્યા. સૂચિમાં જાે બાઈડેનને ૪૨ ટકા, ટ્રૂડોને ૪૧ ટકા રેટિંગ મળ્યું છે. જ્યારે જ્હોન્સન આ સૂચિમાં ૩૩ ટકા રેટિંગ સાથે સ્થાન ધરાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.