મોદી મે મહિનામાં રશિયાના પ્રવાસે જશે
નવી દિલ્હી, ફાસીવાદી જર્મની પર સોવિયત સંદ્યની જીત, ગ્રેટ પેટ્રિયોટિક વોરની ૭૫મી વર્ષગાંઠે રૂસે વડા પ્રધાન મોદીને આમંત્રિત કર્યા છે. રૂસી મિશનના ઉપપ્રમુખ રોમન બબુસ્કિને એક કાર્યક્રમમાં કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ઉત્સાહિત છે. એક વરિષ્ઠ રૂસી રાજકીય વિશ્લેષકે કહ્યું કે વડા પ્રધાન મોદીનું મે મહિનામાં મોસ્કોમાં સ્વાગત કરવા તેઓ ઉત્સુક છે. વડા પ્રધાન મોદી ગ્રેટ પેટ્રિયોટિક વોરની ૭૫મી વર્ષગાંઠના પ્રસંગે ભાગ લેશે. આ યુદ્ઘમાં ફાસીવાદી જર્મની પર સોવિયત સંદ્યનો વિજય થયો હતો. આ યુદ્ઘનું બીજા વિશ્વયુદ્ઘને બંધ કરાવવામાં મહ¥વનું યોગદાન હતું. રૂસી મિશનના ઉપપ્રમુખ રોમન બબુસ્કિન ‘મોદી ર.૦ ડિપ્લોમેસી ફોર અ ન્યુ ઇન્ડિયા’ નામના કાર્યક્રમનું સંબોધન કરી રહ્યા હતા, દરમ્યાન તેમણે કહ્યું કે મૌસ્કો ખાતેના ૯ મેએ રેડ સ્ક્કાયરમાં કાર્યક્રમ યોજાશે જેનું આમંત્રણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યું છે.