મોદી સરકારના બજેટ મહિલાઓ માટે રૂ. ૬૦૦૦ કરોડ ફાળવાયા
નવીદિલ્હી, નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલા બજેટ ૨૦૨૦-૨૧માં મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહિલાઓની માતા- બનવાની ઉંમર નક્કી કરવા અંગેની સરકારે જાહેરાત કરી છે આ માટે સરકારે રૂ. ૬૦૦૦ કરોડની જાહેરાત કરી છે. મહિલાઓથી જોડાયેલી સુવિધાઓ માટે ૨૮ હજાર ૬૦૦ કરોડ ફાળવ્યા. ૩૫ હજાર ૬૦૦ કરોડ પોષાહાર યોજનાઓ માટે ફાળવ્યા.
આ વખતનું બજેટમાં મહિલઓને ખાસ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદર ઘટાડવા માટે સરકાર મહિલાઓની માતા બનવાની નક્કી કરવામાં આવશે. મહિલાઓથી જોડાયેલી સુવિધાઓ માટે ૨૮ હજાર ૬૦૦ કરોડ ફાળવ્યા. ૩૫ હજાર ૬૦૦ કરોડ પોષાહાર યોજનાઓ માટે ફાળવ્યા.
ગર્ભવતી મહિલાઓ અને જન્મનાર બાળકોની સુરક્ષા માટે જ ખાસ ૧ લાખથી વધુ ગ્રામપંચાયતને ઓપ્ટિકલ ફાયબરથી જોડવામાં આવશે. આ માટે સરકારે રૂ. ૬૦૦૦ કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. બેટી બચાઓ બેટી પઢાયો પ્રોગ્રામને સફળ બનાવવા માટે આ યોજનાને લંબાવવામાં આવી છે. મહિલાઓની માતા બનવાની ઉમંર સરકાર નક્કી કરશે. મહિલાના પ્રસુતી વખતે માતા અને બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી સગર્ભા મહિલાઓનો મૃત્યુદર અને જન્મવખતે બાળ મૃત્યુદર ઘટાડી શકાય, મહિલાની માતા-બનવાની ઉમંર નક્કી કરવા બાબતે સરકાર ટાસ્કફોર્સ બનાવી ૬ મહિના પછી આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે. ૧૦ કરોડ પરિવારોના પોષણની જાણકારી માટે ૬ લાખથી વધુ આંગણવાડી મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવશે.