મોદી સરકારના ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે બાપુનગરમાં સેવાયજ્ઞ
(એજન્સી) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગરના બાપુનગર વોર્ડમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની વિશેષ ઉપસ્થિતિમાં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો.
સેવાયજ્ઞ કાર્યક્રમત અંતર્ગત રવિવારે કોરોના મહામારીમાં પ૦૦ જરૂરીયાતમંદ પરિવારોને પ૦૦ કીટનું વિતરણ નરહરી અમીનના સહયોગથી થયુ હતુ. જેમાં ર કિલો ઘઉ, ર કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળની કીટ અપાઈ હતી.
આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ પેથાણી (ચેરમેન હાઉસિંગ એન્ડ ઇન્સ્ટુમેન્ટ કમિટિ, અમ્યુકો) પ્રકાશભાઈ ગુર્જર (ડેપ્યુટી ચેરમેન, હેલ્થ કમિટિ, અમ્યુકો) બાપુનગરના કાઉન્સીલર સરોજબેન સોલંકી અને જયશ્રીબેન દાસરી તેમજ બાપુનગર વિધાન સભાના પ્રભારી જયશ્રીબેન ચૌહાણ અને અશ્વિનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.