મોદી સરકારની કેન્દ્રિય કર્મચારીઓને ભેટ, ડીએમાં વધારો કર્યો
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી. કોરોના મહામારી અને મોંઘવારી વચ્ચે મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત આપી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો ર્નિણય લેતા સરકારે દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થાનો પ્રતિબંધ દૂર કર્યો છે.
કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો થયો હતો. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૭% થી વધારીને ૨૮% કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે આશરે ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ ર્નિણયનો લાભ મળશે. કેન્દ્રીય કર્મચારીઓના ડ્ઢછ નાં ત્રણ હપ્તા હજુ આવવાના બાકી છે.
કોરોના સંકટ દરમ્યાન સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આજનાં ર્નિણય મુજબ, ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઇ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧ થી અમલમાં આવતા ત્રણેય હપ્તા પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધા છે. પ્રતિબંધ હટાવ્યા બાદ, ત્રણેય હપ્તામાં કુલ ૧૧ ટકાનો વધારો થશે.
જાન્યુઆરી ૨૦૨૦ માં કેન્દ્રીય કર્મચારીઓનાં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયો હતો. આ પછી, તે બીજા ભાગમાં (જૂન ૨૦૨૦) ત્રણ ટકા વધ્યું. જાન્યુઆરી ૨૦૨૧ માં તેમાં ચાર ટકાનો વધારો થયો હતો. આ રીતે, ડી.એ. ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરવાથી કર્મચારીઓને ફાયદો થશે. હવે ડી.એ. વધાર્યા પછી બમ્પર પગાર સપ્ટેમ્બરથી આવે તેવી સંભાવના છે. જણાવી દઇએ કે, મોંઘવારી ભથ્થું એ પગારનો એક ભાગ છે. તે કર્મચારીનાં મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે.