મોદી સરકારની ગાડી ટેક્સ પર ચાલે છે : રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવનો મુદ્દે ઘેરી છે.રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને પેટ્રોલ ડિઝલના ભાવ વધારા અંગેના અહેવાલને ટિ્વટર પ રશેર ક્રયો છે.દિલ્હીમાં પેટ્રોલ ૧૦૦ રુપિયા પ્રતિ લિટર અને ડિઝલ ૮૯.૫૩ રુપિયા પ્રતિ લિટર પર પહોંચ્યુ છે તેવી આ અહેવાલની હેડલાઈન છે.
તેની સાથે સાથે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, તમારી ગાડી પેટ્રોલ કે ડિઝલ પર ચાલતી હશે પણ મોદી સરકારની ગાડી ટેક્સની વસૂલાત પર ચાલી રહી છે.પેટ્રોલ ડિઝલના મામલે કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.૧૧ જૂને પાર્ટીએ તેની સામે દેશવ્યાપી દેખાવો પણ કર્યા હતા.
જાેકે પેટ્રોલ ડિઝલના ભાવવધારાથી સામાન્ય માણસને રાહત મળતી દેખાઈ રહી નથી.આજે પેટ્રોલના ભાવમાં ૩૧ થી ૩૫ પૈસા પ્રતિ લિટર અને ડિઝલના ભાવમાં ૧૫ થી ૨૩ પૈસા પ્રતિ લિટરનો વદારો થયો છે.આજે થયેલા ભાવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રુપિયા પ્રતિ લિટર થઈ ચુકયો છે.આ સાથે જ દેશના ચારે મહાનગરમાં પેટ્રોલે ભાવ વધારાની સેન્ચુરી ફટકારી છે.મે મહિના બાદ પેટ્રોલના ભાવમાં કુલ ૩૬ વખત વધારો થયો છે.પાંચ રાજ્યોમાં ચૂંટણી બાદ ભાવ વધારાનો જે સિલસિલો શરુ થઓ હતો તે હજી પણ ચાલુ છે.