મોદી સરકારની સ્વામિત્વ યોજના સમગ્ર દેશમાં લાગુ કરાશે
નવીદિલ્હી: મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના સ્વામિત્વ યોજના હવે ૨૪ એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થઇ જશે કેન્દ્રીય પંચાયતી રાજ ગ્રામીણ વિકાસ કૃષિ અને કિસાન કલ્યાણ તથા ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે માહિતી આપતા કહ્યું કે વડાપ્રધાન મોદી આ યોજનાના એકસટેંશનનું ઉદ્ધાટન કરશે તથા વર્ષ ૨૦૨૫ સુધી આ યોજના પુરી કરી લેવામાં આવશે
તોમરે કહ્યું કે અત્યાર સુધી ગામોમાં રહેતા લોકો માટે તેમના નિવાસના માલિકના હકના કોઇ બંધારણીય દસ્તાવેજ ન હતા આથી મોટી સરકારે ગત વર્ષ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (૨૪ એપ્રિલ) પર આ યોજનાનું અનાવરણ કર્યું હતું જયારે આ યોજનાની શરૂઆત થવાથી ગ્રામીણો વચ્ચે સંપત્તિના વિભાજનથી જાેડાયેલા મુદ્દા તથા વિવાદોને સરળતાથી ઉકેલી શકાશે આ સાથે જ તે પોતાની પ્રોપર્ટીને કોઇ પણ વિવાદ વગર વેચી શકશે અને ખરીદી શકશે એટલું જ નહીં ગ્રામીણ પોતાની અચલ સંપત્તિના આધાર પર બેંકથી લોન પણ લઇ શકશે
ગત વર્ષ આ યોજના દેશના નવ રાજયો ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી હતી પ્રોપર્ટીની ત્રિટિરહિત સર્વે માટે દેશના લગભગ ૪૦,૫૧૪ ગામોમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવી ચુકયું છે અને અન્ય જગ્યાઓ પર હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે યોજના હેઠળ અત્યાર સુધી ૨૪૮૧ ગામોમાં લગભગ ૩,૦૦,૦૦૦ પરિવારોની તેમની સંપત્તિના દસ્તાવેજ સોંપવામાં આવ્યા છે