મોદી સરકારે કલમ ૩૭૦ના નિર્ણયને રદ કરવો જોઇએ: પી ચિદમ્બરમ
નવીદિલ્હી, દેશના પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં ફરીથી કલમ ૩૭૦ લગાવવાની વકાલત કરી છે.તેમણે કહ્યું કે મોદી સરકારે ૫ ઓગષ્ટ ૨૦૧૯ના ગેરબંધારણીય નિર્ણયને રદ કરવો જાેઇએ એ યાદ રહે કે રાજયના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબાની મુક્તિની સાથે જ કલમ ૩૭૦ના મુદ્દાને એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.
ચિદમ્બરમે કલમ ૩૭૦ હટાવવાનું ખોટુ ગણાવી ટ્વીટ કર્યું જમ્મુ કાશ્મીરની મુખ્યધારાની ક્ષેત્રીય પાર્ટીઓનું જમ્મુ કાશ્મીર
અને લદ્દાખના લોકોના અધિકારોને બહાલ કરવા માટે બંધારણીય લડાઇ લડવા માટે એકસાથે આવવાની આવી ધટનાક્રમ છે. જેનું તમામ લોકો દ્વારા સ્વાગત કરવું જાેઇએ. ચિદમ્બરે કહ્યું કે કોંગ્રેસ એક વાર ફરીથી કલમ ૩૭૦ બહાલ કરવાને લઇ દ્ઢ છે. જાે કે ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની પ્રશંસા કરે છે અને ચિદમ્બમ કહે છે કે કોંગ્રેસ ઇચ્છે છે કે ૩૭૦ પાછા લેવામાં આવે આ બાબતોથી સોશલ મીડિયા પર પણ ચિદમ્બરમ લોકોના ગુસ્સાનો શિકાર બન્યા હતાં.HS