Western Times News

Gujarati News

મોદી સરકારે ટિ્‌વટરના સીઈઓનો ઉધડો લીધો

નવી દિલ્હી, મોદી સરકારે ટિ્‌વટરના સીઈઓ જેક ડોરસીને ચિઠ્ઠી લખી છે જેમાં ટિ્‌વટર દ્વારા ભારતના નકશાને ખોટી રીતે દેખાડવા પર આપત્તિ વ્યકત કરી છે.વાત એમ છે કે ૧૮મી ઑક્ટોબરના રોજ ટિ્‌વટરે પોતાના પ્લેટફોર્મ પર લેહના જિઓ-ટેગ લોકેશનને જમ્મુ-કાશ્મીર-ચીનમાં દેખાડ્યું હતું. તેના પર ભારત સરકારે આપત્તિ વ્યક્ત કરી છે.

આઇટી સચિવ અજય સાહનીએ ટિ્‌વટરને સ્પષ્ટતા કરી છે કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો હિસ્સો છે અને લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે જે ભારતના સંવિધાન દ્વારા શાસિત છે.સચિવ અજય સાહની એ ટિ્‌વટરને સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું છે કે ટિ્‌વટરે ભારતના લોકોની ભાવનાઓનું સમ્માન કરવું જોઇએ. ટિ્‌વટર દ્વારા ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા- જે નકશા દ્વારા પરિલક્ષિત હોય છે તેની સાથે અપમાન સ્વીકાર્ય કરાશે નહીં. આ કાયદાનું પણ ઉલ્લંઘન હશે. ટિ્‌વટરને કડક ચેતવણી આપતા આઇટી સચિવે લખ્યું છે કે આવા કાર્યોથી માત્ર ટિ્‌વટરની શાખ જ ખરાબ થતી નથી પરંતુ ટિ્‌વટરની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ પ્રશ્ન ઉઠે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.