મોદી સરકારે ૨૮ કંપનીઓની ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો

નવીદિલ્હી, દેશમાં હાલના સમયે કુલ ૨૮ જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)માં સરકાર ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે લોકસભામાં એક સવાલના જવાબમાં મોદી સરકારે આ માહિતી આપી છે.સરકારે જણાવ્યું છે કે આ કંપનીઓમાં વિનિવેશ એટલે કે ભાગીદારી વેચવાને લઇ સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે હક્કીતમાં તમિલનાડુના ડીએમકે સાંસદ પી વેલુસામીએ નાણાં મંત્રીને નુકસાનમાં ચાલી રહેલ તે કંપનીઓનું વિવરણ માંગ્યુ હતું જેને ભાગીદારી વેચવા માટે પસંદ કરવામાં આવી છે.
નાણાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે તેનો લેખિત જવાબ આપતાં જણાવ્યું હતું કે સરકાર નુકસાન અને લાભના આધાર પર વિનિવેશનો નિર્ણય કરતી નથી પરંતુ તે જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં વિનિવેશનો નિર્ણય કરે છે જે પ્રાથમિકતાવાળા વિસ્તારોમાં નથી નાણાં રાજયમંત્રીએ જણાવ્યું હતું કેવર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સરકારે વિનિવેશ માટે ૬૫૦૦૦ કરોડનો લક્ષ્ય રાખ્યો હતો આ લક્ષ્યની પ્રાપ્તિ માટે સરકાર રણનીતિક વેચાણની સાથે ભાગીદારી વેચવા વગેરે પ્રક્રિયાઓનો સહારો લે છે.
ઠાકુરે જવાબમાં ૨૮ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના નામ પણ બતાવ્યા હતાં જેમાં ભાગીદારી વેચવાનો સૈધ્ધાંતિક મંજુરી મળી છે આ કંપનીઓમાં સ્કુટર્સ ઇડિયા લી,પ્રોજેકટ એન્ડ ડેવલપમેંટ ઇડિયા લિ,બ્રિજ એન્ડ રૂફ કંપની ઇડિયા લિ.હિન્દુસ્તાન ન્યુઝી પ્રિંટ લિ,ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેસર્સ લિ,સીમેંટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન એટીબાયોટિકસ લિ શિપિગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વગેરે છે આ કંપનીઓમાં વિનિવેશની સૈધ્ધાંતિક મંજુરી ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૨૦ની વચ્ચે મળી છે નીલાંચલ સ્ટીલ નિગમ લિમિટેડમાં વિનિવેશની સૈધ્ધાંતિક મંજુરી ગત આઠ જાન્યુઆરીએ આપવામાં આવી છે.