મોદી સરકારે 2.65 લાખ કરોડના 12 પેકેજની જાહેરાત કરી
નવી દિલ્હી, સુસ્ત ઈકોનોમીમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે ફરી એક વખત કેટલાક પગલા ભર્યા છે. આજે નાણા મંત્રી નિર્મલા સિતારમને આત્મનિર્ભર ભારત અભિયાનના 3.0 વર્ઝનની જાહેરાત કરી છે.જેમાં 2.65 લાખ કરોડ રુપિયાના 12 પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
જેના ભાગરુપે સરકાર બે વર્ષ સુધી 1000 સુધીના કર્મચારીઓ ધાવતી સંસ્થાઓમાં નવી ભરતી થનારા કર્મચારીઓની પીએફની રકમ ચૂકવશે.આ નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે.1000થી વધુ કર્મચારીઓ વાળી કંપનીઓમાં નવા કર્મચારીઓનુ 12 ટકા પીએફ સરકાર બે વર્ષ માટે આપશે.આમ કરોડો કર્મચારીઓને ફાયદો થશે.