Western Times News

Gujarati News

મોદી સરકાર આવકવેરા ટેકસમાં ટુંક સમયમાં કાપ કરે તેવી સંભાવના

નવીદિલ્હી, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કોર્પોરેટ ટેકસમાં કાપ બાદ શું સરકાર પર્સનલ ઇનકમ ટેકસમાં પણ છુટ આપી શકે છે.કહેવાય છે કે આ મોદી સરકારનો આગામી એજન્ડા છે.વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના વડા વિવેક દેબરોયે પણ તેની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે કોર્પોરેટ ટેકસમાં કમી કરવામાં આવી છે આ નિશ્ચિત છે કે સરકાર તાકિદે થવા વિલંબથી ઇનકમ ટેકસ રેટમાં પણ કાપ કરશે જા કે તેમણે એ પણ કહ્યું કે ટેકસનો દર ઓછા થવાની સાથે છુટની વ્યવસ્થા ખતમ થઇ શકે છે.

નીતી આયોગના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયાએ લખ્યું છે કે ટોપ પર્સનલ ઇનકમ ટેકસ રેટને કોર્પોરેટ પ્રોફિટ ટેકસ રેટની બરોબર ૨૫ ટકા કરવા છુટ ખતમ કરી દેવાથી ભ્રષ્ટ્રાચાર પર અંકુશ લાગશે અને ટેકસ વિવાદ ઓછો થશે ટેકસ બેસ વધારવાથી ટેકસ રેટમાં કાપની અસર (મહેસુલ પર) પડશે નહીં.ઇનકમ ટેકસમાં આમૂલ પિરવર્તન માટે રચાયેલ ટાસ્ક ફોર્સે ઓગષ્ટમાં સરકારે રિપોરટ સોંપ્યો છે જેમાં ટેકસ દરમાં કમી કરતા ૫ ટકા,૧૦ ટકા અને ૨૦ ટકા ટેકસ સ્લેબનું સુચન આપ્યું હતું જે હાલ ૫ ટકા,૨૦ અને ૩૦ ટકા છે.

મહેસુલ સચિવ અજય ભૂષણ પાંડેનું કહેવુ છે કે અમે તેના પર (ઇનકમ ટેકસ દર) કોઇ નિર્ણય લે તેના પહેલા અમે રેવન્યુ ટ્રેંડ બજેટીય જરૂરત અને નાણાંકીય નુકસાનને જાવામાં આવ્યું છે. ઇનકમ ટેકસમાં કાપનો અર્થ છે ગ્રાહકોના હાથમાં વધુ પૈસા રાખી ડિમાંડને તેજી આપવામાં આવે જે સુસ્તીને દુર કરશે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી કહે છે કે ભારતીય અર્થવ્યવસ્થા અનિયંત્રિત ઘટાડા તરફ જઇ રહી છે આ એવો સમય છે જયારે તમે નાણાંકીય સ્થિરતાની ચિંતા કરતા નથી પરંતુ ડિમાંડની ચિંતા વધુ હોય છે હું માનુ છું કે આ સમયે અર્થવ્યવસ્થામાં ડિમાંડની મોટી સમસ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.