Western Times News

Gujarati News

મોદી સરકાર આવશ્યક રક્ષા સેવા કાનુન સહિત ૧૭ વિધેયક સંસદમાં રજુ કરશે

નવીદિલ્હી: સરકારે સંસદના ચોમાસુ સત્રમાં રજુ કરવા માટે ૧૭ નવા વિધેયકોને યાદીબધ્ધ કર્યા છે. ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી શરૂ થઇ રહ્યું છે અને ૧૩ ઓગષ્ટે સમાત્પત થશે

સરકાર તરફથી રજુ કરવામાં આવનારા આ ૧૭ નવા વિધેયકોમાંથી ત્રણ વિધેયક અધ્યાદેશોના સ્થાન પર લાવવાના છે હકીકતમાં સંસદનું સત્ર શરૂ થવા પર અધ્યાદેશને વિધેયકના રૂપમાં સંસદની મંજુરી અપાવવાની હોય છે કારણ કે ૪૨ દિવસ કે ૬ અઠવાડીયામાં તેને પ્રભાવી રહેવાની સમયસીમા ખત્મ થઇ જાય છે સરકાર તરફથી ૩૦ જુને એક અધ્યાદેશ લાવવામા આવ્યો હતો

જે આવશ્યક રક્ષા સેવાઓથી જાેડાયેલ લોકોના આંદોલન કે હડતાળ કરવા પર રોકથી સંબંધિત છે. આયુધ કારખાના બોર્ડ ઓએફબીના કેટલાક મુખ્ય ફેડરેશન તરફથી અચોક્કસ મુદ્‌તની હડતાળની જાહેરાત કરવાની પૃષ્ઠભૂમિમાં આ અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો. આ ફેડરેશને ઓએફબીના ખાનગીકરણથી સંબંધિત સરકારના નિર્ણયના વિરોધમાં હડતાળની જાહેરાત કરી હતી.ગત ૧૨ જુલાઇએ જારી લોકસભા બુલેટિન અનુસાર આવશ્યક રક્ષ સેવા વિધેયક ૨૦૨૧ને પણ અધ્યાદેશના સ્થાન પર લાવવા માટે યાદીબધ્ધ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ વિધેયક,૨૦૨૧ પણ એક અધ્યાદેશના સ્થાન પર લાવવાનું છે સરકાર અનુસાર આ અધ્યાદેશ વાયુ પ્રદુષણની સમસ્યાનો સામનો કરવા માટે સ્થાનીક સમાધાન પ્રદાન કરશે અને એક સુરક્ષા માનક નક્કી કરવા સાથે સંબંધિત છે. આ ઉપરાંત સરકાર દેવાળુ અને દેવાળીયાપણુ સંહિતા (સુધારા) વિધેયક ૨૦૨૧ને લાવશે

આ પણ એક અધ્યાદેશના સ્થાન પર લાવવામાં આવશે આ વિધેય હેઠળ નાના અને મધ્યમ એકમો હેઠળ આવનારા દેવાદાર કારોબારીઓને દેવાળીયા નિપટારા પ્રક્રિયા(પીપીઆઇઆરપી)ની સુવિધા આપવાની છે. સરકારે ભારતીય અંટાર્કટિકા વિધેયક ૨૦૨૧,પેટ્રોલિયમ અને ખનિજ પાઇપલાઇન (સુધારા) વિધેયક ૨૦૨૧,વિજળી સુધારા વિધેયક ૨૦૨૧ વ્યક્તિઓની તસ્કરી (રોકથામ સંરક્ષણ અને પુનર્વાસ) વિધેયક ૨૦૨૧ અને કેટલાક અન્ય વિધેયકોને પણ યાદીબધ્ધ કર્યા છે નાણાંકીય બુલેટિન વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુદાનની અનુપુરક માંગો પર ચર્ચા અને મતદાન પણ થશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.