મોદી સરકાર ઉપર યશ બેંક મુદ્દે પી. ચિદમ્બરમે પ્રહારો કર્યા
બેંક કટોકટી માટે નોટબંધી કારણરૂપ છેઃ ચિદમ્બરમ
નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે યશ બેંક સંકટને લઈને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે, મોદી સરકારની નોટબંધીના પરિણામસ્વરૂપે બેંકોની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે, સરકારની ક્ષમતા આમા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. યશ બેંકની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે.
ભારતીય રિઝર્વ બેંકે યશ બેંકમાંથી પૈસા ઉપાડવાની સમય મર્યાદા નક્કી કરી દીધી છે. યશ બેંકના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં લઈને ભારતીય રિઝર્વ બેંકે યશ બેંકથી પ્રતિ એકાઉન્ટ ૫૦ હજાર રૂપિયા સુધીનો ઉપાડ નક્કી કરી દીધી છે.
યશ બેંકના સંકટના દોરથી પસાર થવાના ગાળામાં ચિદમ્બરમે આજે નોટબંધીને મુદ્દો ઉઠાવ્યો હતો. યશ બેંક બાદ હવે કોઈ ત્રીજી બેંક પણ લાઈનમાં છે કે કેમ તેને લઈને પ્રશ્નો કરવામાં આવી રહ્યો છે. ભાજપ છ વર્ષથી સત્તામાં છે. નાણાંકીય સંસ્થાઓને નિયંત્રિત કરવાની તેની ક્ષમતા આમા દેખાઈ આવે છે.
પહેલા પીએમસી બેંક અને હવે યશ બેંકની કટોકટી સર્જાઈ ગઈ છે. સરકાર જવાબદારીથી ભાગી રહી છે. એચબીઆઈને યશ બેંકમાં રોકાણ કરવાની જરૂર શું છે.
ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું છે કે, એસબીઆઈને એક રૂપિયામાં યશ બેંકની લોન પુસ્તીકાને નિયંત્રિત કરી લેવાની જરૂર છે. માર્ચ ૨૦૧૪ના અંતમાં લોનનો આંકડો ૫૫૬૩૩ કરોડ રૂપિયા હતો. જે માર્ચ ૨૦૧૯માં વધીને ૨૪૧૪૯૯ કરોડ રૂપિયા થઈ ગયો છે. માર્ચ ૨૦૧૭માં આ આંકડો ૧૪૮૬૭૫ કરોડ રૂપિયા હતો. જે વધીને માર્ચમાં ૨૪૧૪૯૯ કરોડ રૂપિયા થઈ ગયો હતો.
નોટબંધીના કારણે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે. યશ બેંકની લોન બુક ભાજપ સરકારમાં ઉલ્લેખનીય રીતે વધી છે. રિઝર્વ બેંકે ગુરુવારના દિવસે વ્યાપક વિચારણા કર્યા બાદ યશ બેંક ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. સાથે સાથે બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી હતી. યશ બેંક હવે કોઈ પણ પ્રકારની લોન આપી શકશે નહીં. યશ બેંકની બુકના આંકડા હેરાન કરે તેવા છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે કહ્યું હતું કે, બેંકના ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી. તેમના પૈસા સુરક્ષિત છે. યશ બેંક પર સંકટ પર અમરસિંહે કહ્યું હતું કે, ડુબતા અર્થતંત્ર પાછળ લુંગીધારી ચિદમ્બરમ જવાબદાર છે. ચિદમ્બરમે આંકડાકીય માહિતી પણ આપી હતી.