મોદી સરકાર કેમ ડરાવે છે ડરની દિવાલથી: પ્રિયંકા
નવીદિલ્હી, ત્રણેય નવા કૃષિ કાનુનોને પાછા લેવાની માંગ પર કિસાનોનો વિરોધ પ્રદર્શન જારી છે આ દરમિયાન કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ દિલ્હીની સીમા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અનેક સ્તરની સુરક્ષા ધેરાબંધીનો ફોટો શેર કરી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને પુછયું છે કે ડરની દિવાસ બતાવી કેમ ડરાવે છે. તેમણે સોશલ મીડિયા પર દિલ્હી બોર્ડરની અનેક લેયરની બેરિકેડિગની તસવીર સંયુકત કરતા લખ્યું છે કેમ ડરાવો છે ડરની દિવાલથી. પ્રિયંકા ગાંધીએ કિસાનો દ્વારા કરવામાં આવી રહેલ આંદોલનને કચડવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કિસાનો બે મહીનાથી પ્રદર્શન કરી રહ્યાં છે.
પરંતુ સરકાર કિસાનોની વાત સાંભળવા તૈયાર નથી કિસાનો સાથે મંત્રણાના નામે છેંતરપીડી કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકારે કિસાનોના વિરોધને કારણે નવા કાનુનોને તાકિદે પાછા લઇ લેવા જાેઇએ તેમણે કહ્યંું કે કિસાનો સાથે આતંકી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમની વાત સાંભળવામાં આવી રહી નથીએ યાદ રહે કે દિલ્હી પોલીસે કિસાનોને રોકવા માટે સિંધુ ટિકરી અને ગાજીપુર બોર્ડર પર જબરજસ્ત બેરિકેડિંગ કરી છે ત્યાં કાટાંળી તાર અને માર્ગ પર કિલા લગાવી દીધા છે.જેનો કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કિસાનો કૃષિ કાનુનો પાછાની માંગ કરી છે.HS