Western Times News

Gujarati News

મોદી સરકાર ગત વર્ષની જેમ સંપૂર્ણ લોકડાઉન પર વિચાર કરી રહી નથી : સીતારમણ

નવીદિલ્હી: દેશમાં ૨૪ કલાકમાં કોરોન કેસોની સંખ્યા લગભગ ૨ લાખ સુધી પહોંચ્યા બાદ લોકો એકવાર ફરી આશંકિત છે કે શું દેશ એકવાર ફરી લોકડાઉન તરફ વધી રહ્યું છે. શું સંક્રમણ રોકવા આજ એક ઉપાય બચ્યો છે. આ દરમિયાન નાણાંમંત્રી નિર્મલા સીતારમણને વર્લ્ડ બેંકને કહ્યું છે કે મોદી સરકાર ગત વર્ષની જેમ સંપૂર્ણ લોકડાઉન પર વિચાર કરી રહી નથી અને આ વખતે લોકલ કંટેનમેંટ જાેનમાં જ પ્રતિબંધ લગાવવા જઇ રહી છે.

વર્લ્ડ બેંક ગ્રુપ પ્રેજિડેંટ ડેવિડ માલપાસની સાથે એક વર્ચુઅલ બેઠક દરમિયાન સીતારમણે કહ્યું કે આ સમયે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની કોઇ સંભાવના નથી નાણાંમંત્રાલયે ટ્‌વીટ કર્યું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે ભારત તરફથી ઉઠાવવામાં આવી રહેલ પગલાને સંયુકત કર્યા જેમાં ટેસ્ટ ટ્રેક ટ્રીટ વેકસીનેશન અને કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર સામેલ છે.સીતારમણે કહ્યું કે બીજી લહેર છતાં અમે ખુબ સ્પષ્ટ છીએ કે મોટા પાયા પર લોકડાઉન કરવા જઇ રહ્યાં નથી અમે પુરી રીતે ઇકોનોમીને કેદ કરવા માંગતા નથી દર્દીઓ કે કવારંટાઇન વાળા ઘરોને સ્થાનિક સ્તર પર
આઇસોલેટ કરી સંકટનો સામનો કરવામાં આવશે લોકડાઉન થવા જઇ રહ્યું નથી

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ મંગળવારે રાજયમાં વધતા કોરોનાના કેસને અટકાવવા માટે સમગ્ર રાજયમાં કલમ ૧૪૪ની જાહેરાત કરી છે.રાજય સરકારે ૧૫ દિવસનું રાજયવ્યાપી કરફયુ લગાવવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું હતું કે લોકડાઉનની જેમ પ્રતિબંદ લાગુ રહેવા સુધી અપરાધિક દંડ પ્રક્રિયાની કલમ ૧૪૪ લાગુ રહેશે જાે કે તેમણે નવા પ્રતિબંધને લોકડાઉન કહ્યું નહીં. જેમ કે ઠાકરેએ લોકોથી ઘરેથી કામ કરવાની વિનંતી કરી અને તેને જનતા કરફયુ માનવાનો ઇન્કાર કર્યો તેનાથી લોકો મુંજવણમાં મુકાયા છે.

તેનું સૌથી મોટું કારણ એ છે કે કેટલાકને છોડી તમામ પ્રતિબંધ લોકડાઉનની જેમ જ લાગુ કરવામાં આવ્યા છે. ટિ્‌વટર પર લોકોએ મુખ્યમંત્રી ઉદ્વવના ભાષણ પર ટીપ્ણી કરતા એક પછી એક મેસેજ શેર કરી રહ્યાં કોઇએ ફિલ્મ થ્રી ઇડિએટ્‌સના જાણીતા ડાયલોક કહના કયાં ચાહતે હોનો સહારો લીધો તો કોઇએ પુછયું તો લોકડાઉન હૈ યા નહીં

સંક્રમણના મામલા હરિયાણામાં પણ લોકડાઉનની ચર્ચા તેજ થઇ ગઇ છે. જાે કે આ મામલા પર હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર તેની બાબતમાં હાલ વિચારવામાં આવી રહ્યું નથી તેમનું કહ્યું છે કે અમારી સરકાર મહામારી વધુ ફેલાતી અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલા ઉઠાવી રહી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ચૌટાલાએ રાજયમાં કામ કરી રહેલ લોકોને આશ્વાસન આપ્યું કે હરિયાણામાં લોકડાઉન લાગશે નહીં. તેમણે કહ્યું કે હું દરેક વ્યક્તિને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી રાડય લોકડાઉન તરફ વધી રહ્યું નથી રાજય ફકત વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવાનો પ્રયાસ કરી હી છે જેથી મહામારી ન ફેલાય રાજય તેના માટે મહત્વપૂર્ણ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. ખુદ વડાપ્રધાને આ બાબતમાં રાજયોના મુખ્યમંત્રીઓની સાથે એક ચર્ચા દરમિયાન કહ્યું હતું કે અમે લોકડાઉન તરફ વધી રહ્યાં નથી રાતનો કરફયુ પગલુ છે.

તેમણે કહ્યું કે રાજયમાં કોઇ પણ ઔદ્યોગિક ગતિવિધિ રોકવામાં આવશે નહીં. નાગરિકોને ફકત રાત્રે ૧૦ વાગ્યા બાદ પોતાનું કામ રોકવું પડશે જેથી સાંજે ઓછામાં ઓછી અવરજવર થાય તેમણે કહ્યું કે મને લાગે છે કે સમગ્ર દેશમાં પરીક્ષણ વધી ગયા છે અને હરિયાણા તેમાં અગ્રણી રહ્યું છે કોઇ પણ રાજય આપણાથી વધુ ચિકિત્સા સુવિધા વિકસિત કરી શકયુ નથી આ એ વાતનું પરિણામ છે કે આપણી રિકવરી રેટ દેશમાં ટોચ પર છે. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે આ રીતે કોરોનાની સ્થિતિ પ નજર રાખી શકીએ

એ યાદ રહે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ ૧,૮૪,૩૭૨ નવા મામલા સામે આવ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાવયે આજે આંકડા જારી કર્યા છે તે અનુસાર સંક્રમણના કુલ મામલા ૧૩૮૭૩૮૨૫ થઇ ગઇ છે જયારે ૧૩ લાખથી વધુ લોકો હજુ પણ સંક્રમણની ચપેટમાં છે મંત્રાલયના આંકડા અનુસાર ગત ચોવીસ કલાકમાં ૧૦૨૭ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા ૧૭૨૦૮૫ થઇ ગઇ છે જે ૧૮ ઓકટોબર ૨૦૨૦ બાદ સૌથી વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.