મોદી સરકાર પાસવાનના બિહાર વિકાસના સપનાને પુરા કરવા કટીબધ્ધ: અમિત શાહ
નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજનીતિના દિગ્ગજ નેતા અને બિહારમાં દલિતોના રામ રામવિલાસ પાસવાનના નિધન બાદ રાજકીય વર્તુળોમાં શોકની લહેર છે બિહાર વિધાનસભા ચુંટણીના મતદાન પહેલા પાસવાનના નિધનથી એલજેપીને મોટો આંચકો લાગ્યો છે જાે કે નિષ્ણાંતોનું માનવુ છે કે પાર્ટીને સહાનુભૂતિના મત મળી શકે છે બિહાર ચુંટણીમાં એલજેપીથી અલગ થઇ ચુંટણી લડી રહી છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાસવાનને શ્રધ્ધાંજલિ આપતા એક એવું નિવેદન આપ્યું છે જેનાથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે.
બિહારની રાજનીતિમાં પાસવાન તમામ વર્ગોના નેતા માનવામાં આવે છે.પછાત પછાત અને દલિતો વચ્ચે તેમની સમાન પેઠ હતી પાસવાને પુત્ર ચિરાગને પાર્ટીની જવાબદારી સોંપી હતી ચિરાગે બિહાર ચુંટણીની જાહેરાત પહેલા જ જદયુ અને નીતીશકુમાર પર ભારે પ્રહારો કર્યા હતાં અને એનડીએથી અલગ થઇ ચુંટણી લડવાની જાહેરાત કરી છે માનવામાં આવી રહ્યું છે કે ત્રિકોણીય સંધર્ષમાં સૌથી વધુ નુકસાન જદયુને થશે.નિષ્ણાંતો અનુસાર એલજેપી એનડીએની મત બેંકમાં સેંધ લગાવી શકે છે.
પાસવાનના નિધન બાદ શાહે શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે ભારતીય રાજનીતિમાં એક શૂન્ય પેદા થઇ ગયો છે અને તેમની કમી ભારતીય રાજનીતિમાં સદૈવ રહેશે તેમણે એ પણ કહ્યું કે મોદી સરકાર તેમના બહિરના વિકાસના સપના પુરા કરવા માટે કટિબધ્ધ રહેશે શાહના આ નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે કહેવાય છે કે શાહના નિવેદન મુખ્યમંત્રી નીતીશકુમાર માટે એક સંદેશ પણ છે.હકીકતમાં ૨૦૧૦ની વિધાનસભા ચુંટણીમાં એનડીએનો હિસ્સો હોવા છતાં પણ નીતીશે મોદીને પ્રચારમાં સામેલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારબાદ ૨૦૧૩માં નીતીશ એનડીએથી અલગ થયા હતાં. ૨૦૧૫માં લાલુ સાથે ગઠબંધન કરરી ભાજપને પરાજય આપ્યો હતો અને ફરી ભાજપમાં આવ્યા પરંતુ ભાજપ નીતીશના જુના વલણને ભુલી નથી પાસવાનના નિધન બાદ મોદી અને શાહના નિવેદનને નીતીશ માટે સંદેશ તરીકે જાેવામાં આવી રહ્યું છે.
ચિરાગ પહેલા જ જાહેર કરી ચુકયા છે કે તેમનું ગઠબંધન ભાજપની સાથે છે અને તે ભગવા પક્ષની વિરૂધ્ધ પોતાના ઉમેદવાર ઉભા રાખશે નહીં. આવામાં જદયુને એલજેપીના ઉમેદવાર સામે ત્રિકોણીય મુકાબલો યોજાશે આ બેઠકો પર એલજેપી જાે એનડીએની વોટબેંકમાં સેંધ લગાવવામાં સફળ રહી તો ચોક્કસ જદયુની બેઠકો ઘટશે જાે કે ભાજપ માટે પણ સ્થિતિ એટલી મુશ્કેલ રહેશે નહીં કારણ કે આ બેઠકો પર એનડીએની મતબેંકની સાથે એલજેપીના મત પણ તેને મળી શકે છે આવામાીં ચુંટણી પરિણામમાં ભાજપને સરસાઇ મળી શકે છે.HS