મોદી સરકાર ભલે અત્યારે ચૂપ બેઠી છે પણ મોકો મળતા પલટવાર કરશે : યાદવ

નવીદિલ્હી: સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાયક અને સામાજીક કાર્યકર્તા રીતે પોતાની ઓળખ ધરાવતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે મોદીનો મેજીક હજુ પુરુ નથી થયું. આ સમયે દેશને એક વિકલ્પની જરૂર છે. જાેકે તેમણે કહ્યું કે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કરતા ખૂબ અલગ છે. તે પોતાના અંતિમ સમય સુધી લડશે અને બાજી પલટી દેશે. હવે તો મોદી ભક્તો પણ વિચારવા પર મજબૂર થયા છે.
યાદવે વધુમાં જણાવ્યું કે સાતમી વર્ષગાંઠ પર મોદી સરકારનો જે ચહેરો જાેવા મળી રહ્યો છે
તે ખૂબ જ મુરજાયેલો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારે જે રીતે કામ કર્યું છે તે જાેઈને લોકો હેરાન છે. લોકોએ પોતાને બચાવવા માટે હોસ્પિટલમાં જે ઘક્કા ખાધા છે અને ઓક્સિજન માટે જે રીતે સંઘર્ષ કર્યા છે તેના કારણે લોકોના મન પર સરકારને લઈને એક અનિચ્છનિય ભાવ ઉભો થયો છે. મોતના આંકડાઓએ મોદી ભક્તોને પણ એક વખત વિચારવા પર મજબૂર કરી દીધા છે. તે પણ માને છે કે સંકટના સમયે સરકારે સારૂ કામ નથી કર્યું. મોદીની જે છવી ઉભી થઈ હતી તેને અમુક અંશ સુધી હાની પહોંચી છે.
મોદી ભક્તો પણ હવે એ વાત માનવા લાગ્યા છે કે બધી વસ્તુઓ પર હવે મોદી સરકારનો નિયંત્રણ નથી. પરિસ્થિતિ તેમના કાબૂ બહાર જતી રહી છે. તેમને પણ લાગે છે કે મોદી જેટલા શક્તિશાળી વ્યક્તિ હતા તે હવે કદાચ એક મીથ હોઈ શકે. યાદવનું કહેવું છે કે સીએએ આંદોલને આપણને બતાવી દીધુ કે સામાન્ય માણસ પણ કઈ રીતે સરકારને પડકાર આપી શકે છે. ખેડૂત આંદોલને સરકારની વધી ઘટી આબરૂના પણ ધજાગરા ઉડાવી દીધા છે.
યાદવનું કહેવું છે કે હાલમાં મોદી સરકારને જાેઈને ૨૦૨૧ની મનમોહન સરકારની યાદ આવે છે. તેણે કઈ રીતે પોતાનો ચાર્મ ખોયો હતો. મોદી સરકાર પોતાના જ જુઠાણાના પહાડ નીચે દબાઈ ગઈ છે. આવામાં વિપક્ષે ભેગા થઈને વેટ વોચની પોલિસી પર ચાલવું પડશે. પરંતુ એવું પણ થઈ શકે કે વિપક્ષ એક થઈ જશે તો મોદીને એવુ કહેવાની તક મળી જશે કે એકને મારવા માટે બધા ભેગા થઈને આવ્યા છે. તેના કારણે તેમને જ ફાયદો થશે.