મોદી સરકાર ભારતીયોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે: રાહુલ ગાંધી
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં લગભગ આઠ રુપિયા અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં છ રુપિયાનો ઘટાડો કર્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટાડાને લઈને પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સરકારે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવું જાેઈએ અને મોંઘવારીથી હેરાન થયેલા લોકોને ખરા અર્થમાં રાહત આપવી જાેઈએ.
રાહુલ ગાંધીએ સરકાર કેવી રીતે લોકોને મૂર્ખ બનાવે છે તેવી પોતાની દલીલના સપોર્ટમાં આંકડા રજૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, એક મે, ૨૦૦૨ના રોજ પેટ્રોલનો ભાવ ૬૯.૫ રુપિયા પ્રતિ લિટર હતો. આ વર્ષે એક માર્ચે પેટ્રોલનો ભાવ ૯૫.૪ રુપિયા પ્રતિ લિટર અને એક મેના રોજ ૧૦૫.૪ રુપિયા પ્રતિ લીટર થયો હતો. સરકારે હવે રેટ આજે ૯૬.૭ રુપિયા પ્રતિ લીટર કરી દીધો છે.