Western Times News

Gujarati News

મોદી સરકાર માત્ર વાતો કરે છે જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી :રાહુલ ગાંધી

નવીદિલ્હી: દેશમાં તાજેતરમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ હોય તે મુજબ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વેક્સિનને લઇને રાજનીતિ ગરમાવા લાગી છે. તાજેતરમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા ટ્‌વીટ કર્યુ છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોરોના વેક્સિનનાં અભાવ અંગે તેમણે ટ્‌વીટ કર્યું છે. જેમા તેમણે લખ્યુ કે, જુલાઈ આવી ગઈ, રસી આવી નથી.

આ અગાઉ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં કોરોનાનાં કારણે થયેલા મોતની વળતરનાં ર્નિણય અંગે પણ નિશાન સાધ્યું હતું. બીજી તરફ, કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે જુલાઈમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૨ કરોડ ડોઝ આપવામાં આવશે. આ સાથે રસીકરણ અભિયાનને વધુ વેગવાન બનાવશે. આ અગાઉ કેન્દ્ર તરફથી રાહત પેકેજ પર રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં કહ્યું હતું કે, નાણાંમંત્રીનાં આર્થિક પેકેજને જીવન, ખોરાક, મેડિકલ બીલ, શાળા ફી પર કોઇ ખર્ચ કરી શકે નહીં. પેકેજ નહીં, માત્ર એક છેતરપિંડી છે. સીતારામને ૬,૨૮,૯૯૩ કરોડનાં આઠ રાહત ઉપાયોની જાહેરાત કર્યાનાં એક દિવસ પછી તેમની આવી ટિપ્પણી સામે આવી હતી.

તેમણે વધુમાં લખ્યું છે કે, પેટ્રોલ-ડીઝલ કર વસૂલાતનો એક નાનો ભાગ કોવિડ પીડિતોનાં પરિવારોને વળતર આપી શકાય છે – આ તેમની જરૂરિયાત છે, અધિકાર છે. મોદી સરકારે આપત્તિમાં જાહેર સહાયની આ તકથી પીછેહઠ ન કરવી જાેઈએ. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં દેશમાં ઓછા સામે આવી રહેલા કોરોનાનાં કેસ જાેતા આપણે એવુ ન સમજવુ જાેઇએ કે, આપણા જીવનમાંથી કોરોનાવાયરસ ચાલ્યો ગયો છે.

તમે વિચારતા હશો કે કેમ આવુ કહેવામાં આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વળી સરકાર પણ ત્રીજી લહેરને લઇને ચિંતિત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન એ કહ્યું છે કે, જુલાઇમાં કોરોના વેક્સિનનાં સપ્લાય અંગે રાજ્યોને પહેલેથી જ જાણ કરી દેવામાં આવી છે. આ મહિનામાં કુલ ૧૨ કરોડ ડોઝ આપવામાં આવશે. આ માહિતી ૧૫ દિવસ પહેલા રાજ્યો સાથે દૈનિક સપ્લાય વિશેની માહિતી સાથે શેર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનાં ટ્‌વીટ પછી આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આનો જવાબ આપ્યો છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, તેમણે એક દિવસ અગાઉ જુલાઈમાં રસીની ઉપલબ્ધતા વિશે માહિતી આપી દીધી હતી. રાહુલ ગાંધીની સમસ્યા શું છે, તે વાંચતા નથી? તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, અહંકાર અને અજ્ઞાનતાની કોઈ વેક્સિન નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.