મોદી સરકાર મિત્રો સાથે, હું દેશની સાથે: રાહુલ

File
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા થકી મોદી સરકારને ઘેરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, મોદી સરકાર તેના મિત્રો સાથે છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકાની યાત્રાએ રવાના થયા છે ત્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ રાહુલ ગાંધી પીએમ મોદી પર માત્ર પોતાના મિત્રો માટે કામ કરવાનો આરોપ લગાવી ચુકયા છે.
રાહુલ ગાંધીએ આજે પોતાના ટિ્વટમાં કહ્યુ હતુ કે, મોદી સરકાર માત્ર મિત્રોની સાથે છે પણ દેશ અધિકાર અને આત્મસન્માન માટે સત્યાગ્રહ કરી રહેલા ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓની સાથે છે. હું હંમેશા દેશ સાથે રહીશ.SSS