મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે: રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આવ્યા છે. વારંવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યા છે. એકવાર ફરી આ કડીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યુ છે કે મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે. તેમણે કહ્યુ કે સરકાર લોકોની નોકરીઓ છીનવવા માગે છે.
તેમણે સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીની રિપોર્ટનો હવાલો આપતા મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ, મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે. તે કોઈ પણ પ્રકારના મિત્રહીન વ્યવસાય અથવા રોજગારને પ્રોત્સાહન કે સહારો આપતા નથી પરંતુ જેની પાસે નોકરી છે તેની પણ છીનવવામાં લાગ્યા છે. દેશવાસીઓ પાસે આર્ત્મનિભરતાનો ઢોંગ અપેક્ષિત છે. જનહિતમાં જારી.
સીએમઆઈઆઈ તરફથી દારી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક બંને વિસ્તારમાંથી લગભગ ૧૫ લાખથી વધારે લોકો બેરોજગાર થઈ ગયા છે.
અગાઉ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને પણ મોદી સરકારને આડે હાથ લીધા હતા. ગેસ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે મોદી સરકાર માટે જીડીપી વધવાનો અર્થ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વૃદ્ધિ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ, મોદીજી કહેતા રહે છે કે જીડીપી વધી રહી છે, નાણા મંત્રીનુ કહેવુ છે કે જીડીપી ઉપરની તરફ પ્રોજેક્શન બતાવી રહી છે. ત્યારે મને સમજાયુ કે જીડીપીથી આનો અર્થ શુ છે. આનો મતલબ છે ગેસ-ડીઝલ-પેટ્રોલ. તેમને આ ભ્રમ છે.SSS