મોદી સરકાર હવે ગોલ્ડ પર નોટબંધી માફક મોટું પગલું ઉઠાવશે
નવી દિલ્હી, મોદી સરકારની નજર હવે સોના તરફ મંડરાયેલી છે નોટબંધી બાદ સોનામાં મોટું પગલું ભરી શકે છે કાળાનાણાં પર લગામ કસવા સરકાર હવે સોના માટે એંમેંન્સ્ટી સ્કીમ લાવી શકે છે સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી મુજબ, ઇનકમ ટેક્સની એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકાય છે. એક નિયત માત્રાથી વધુ બિલ વગરનું સોનું હશે તો તેની જાણકારી આપવી પડશે અને સોનાની કિંમત સરકારને જણાવવી પડશે. સૂત્રો મુજબ, આ એમનેસ્ટી સ્કીમ હેઠળ સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. બિલ વગરના જેટલા સોનાનો ખુલાસો કરશો તેની પર એક નિયત માત્રામાં ટેક્સ આપવો પડશે.
આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે જ ખોલવામાં આવશે. સ્કીમની અવધિ ખતમ થયા બાદ નિયત માત્રાથી વધુ સોનું મળતા ભારે દંડ આપવો પડશે. મંદિર અને ટ્રસ્ટની પાસે પડેલા સોનાને પણ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવાની ખાસ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ, એમનેસ્ટી સ્કીમની સાથોસાથ સોનાને અસેટ ક્લાસ તરીકે પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત થઈ શકે છે. તેના માટે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમને આકર્ષક બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી શકે છે. સોવરન ગોલ્ડ બૉન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવાનો પણ વિકલ્પ આપી શકાય છે અને ગોલ્ડ બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારની સોનાને પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે વિકસિત કરવાની ઈચ્છા છે. તેના માટે આઈઆઈએમના પ્રોફેસરની ભલામણના આધારે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.