Western Times News

Gujarati News

મોદી સહિતના મહાનુભાવો માટે બે નવા વિમાન ખરીદાશે

પ્રતિકાત્મક

હાલ દેશ ભયંકર આર્થિક મંદીના ચરણથી પસાર થઇ રહ્યો છે ત્યારે આ વિમાનની ડિલિવરી ભારે વિવાદ સર્જી શકે છે

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના અન્ય ટોચના મહાનુભાવો માટે ઉપયોગમાં આવનાર બે કસ્ટમ-મેઇડ બી૭૭૭ વિમાન બોઇંગ દ્વારા સપ્ટેમ્બર સુધીમાં એર ઇન્ડિયાને સુપરત કરવામાં આવે તેવી શક્યતા છે તેમ સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં દેશ ભયંકર આર્થિક મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આ વિમાનોની ડિલિવરી વિવાદ સર્જે તેમ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બે વિમાનો માત્ર વીવીઆઇપી ટ્રાવેલ માટે નક્કી કરાયા છે. તેની ડિલિવરી જુલાઇ સુધીમાં કરવામાં આવેશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કોરોના-૧૯ને કારણે આ વિમાનોની ડિલિવરીમાં વિલંબ થાય છે. બે વિમાનોની ડિલિવરી સપ્ટેમ્બર સુધીમાં થાય તેવી શક્યતા છે.’ એર ઇન્ડિયાના નહિ ઇન્ડિયન એર ફોર્સના પાયલોટો બી૭૭૭ વિમાનો ઓપરેટ કરશે. જોકે આ વિમાનોનું મેઇન્ટેનેન્સ એર ઇન્ડિયાની પેટાકંપની એર ઇન્ડિયા એન્જીનીયરિંગ સર્વિસિઝ લિમિટેડ દ્વારા જાળવવામાં આવશે. હાલમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એર ઇન્ડિયાના બી૭૪૭ વિમાનોમાં ઉડ્‌યન કરે છે. જેની પર ‘એર ઇન્ડિયા વન’નું કોલ સાઇન હોય છે.

એર ઇન્ડિયાના પાયલોટ્‌સ આ બી૭૪૭ વિમાનોનું ઉડ્ડયન કરે છે અને એઆઇઇએસએલ તેની જાળવણી કરે છે. જ્યારે આ બી૭૪૭નું ઉડ્ડયન મહાનુભાવો માટે થતું નથી ત્યારે તેમનો ઉપયોગ એર ઇન્ડિયા દ્વારા કોમર્શિયલ ઓપરેશન્સ માટે કરાય છે. નવા વિમાનોનો ઉપયોગ માત્ર મહાનુભાવો માટે જ કરાશે. આ બન્ને વિમાનો એર ઇન્ડિયાન કોમર્શિયલ વિમાનના કાફલાનો એક ભાગ છે. તેઓ ૨૦૧૮માં થોડાક મહિના માટે એર ઇન્ડિયાના કોમર્શિયલ વિમાનોના કાફલામાં સામેલ હતા.

એ પછી તેમને વીવીઆઇપી ટ્રાવેલ માટે યોગ્યરીતે બનાવવા બોઇનંગને પાછા મોકલવામાં આવ્યા હતા. બી૭૭૭ વિમાનોમાં લાર્જ એરક્રાફ્‌ટ ઇન્ફ્રેર્ડ કાઉન્ટરમીઝર્સ (એલએઆઇઆરસીએમ) અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્‌સ (એસપીએસ) નામની અદ્યતન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સ હશે. ફેબ્રુઆરીમાં અમેરિકાએ ૧૯ કરોડ ડોલર (આશરે શ્ ૧૫૦૦ કરોડ) બે ડિફેન્સ સિસ્ટમ્સને બેચવા સંમતિ દર્શાવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રસરકારે એર ઇન્ડિયામાં તેના હિસ્સાના વેચાણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલમાં તેનું દેવું શ્ ૬૦,૦૦૦ કરોડથી વધુનું છે. જોકે કોરોના મહામારીને કારણે આ પ્રક્રિયા અટકાવી દેવાઇ હતી. આ મામલે એર અન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમમે ઉડડ્‌યન મંત્રાલય અને ભારત સરકારને લગતા આ મુદાઓ પર કોઇ ટિપ્પણી કરવાનું પસંદ નહિ કરીએ.’ જોકે બોઇંગે સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.